° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

15 June, 2021 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

કોવિડ સેન્ટરની બહાર ઊભેલાં ઑક્સિજન ટૅન્કરોમાંથી ચોર બૅટરી ચોરી ગયા હતા.

કોવિડ સેન્ટરની બહાર ઊભેલાં ઑક્સિજન ટૅન્કરોમાંથી ચોર બૅટરી ચોરી ગયા હતા.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સમાં દારૂ-પાર્ટીનો બનાવ બન્યા બાદ હવે સુધરાઈની હૉ​સ્પિટલના કમ્પાઉન્ડમાં ચોરીનો બનાવ બન્યો છે. પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.    

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ કોરોનાના પેશન્ટ્સની સારવાર માટે ભાઈંદરના ઇન્દ્રલોક પરિસરમાં સ્વર્ગીય પ્રમોદ મહાજન કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. થોડા સમય પહેલાં કોરોનાના પેશન્ટ્સની સંખ્યામાં વધારો થતાં ઑક્સિજનની અછત ઊભી થઈ હતી. ઑક્સિજન મેળવવા ભારે હેરાનગતિ વેઠવી પડી હોવાથી બધાં કોવિડ સેન્ટરોને ટૅન્કર દ્વારા ઑક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ અનુસાર પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર પણ આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. અહીં કેન્દ્રની બહાર ઑક્સિજન ભરેલાં બે ટૅન્કર ઊભાં હતાં. ઇમર્જન્સીની પરિસ્થિતિમાં ઑક્સિજનની જરૂર પડે એ શક્યતાથી ટૅન્કરના ડ્રાઇવરોની જમવાની અને રહેવાની વ્યવસ્થા કોવિડ સેન્ટરમાં જ કરવામાં આવી છે. ટૅન્કરના ડ્રાઇવરો રાતે ૧૧ વાગ્યા બાદ જતા રહે છે, પરંતુ કોવિડ સેન્ટરની બહાર પોલીસ-સુરક્ષા હતી. એમ છતાં ડ્રાઇવરો જતા રહ્યા એ પછી અજ્ઞાત વ્યક્તિએ ત્યાં ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી ચોરી લીધી હતી. ટૅન્કરનો ડ્રાઇવર સવારે ટૅન્કર શરૂ કરી રહ્યો હતો ત્યારે એ શરૂ થઈ રહ્યું ન હોવાથી તેણે ટૅન્કરની તપાસ કરતાં બૅટરીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીના આ બનાવ વિશે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પોલીસનું શું કહેવું છે?
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોવિડ સેન્ટરની બહાર ઊભેલાં બે ઑક્સિજન ટૅન્કરમાંથી ૩ બૅટરી ચોરી થઈ ગઈ છે. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

15 June, 2021 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK