Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: સડસડાટ દોડતી મર્સિડીઝે 19 વર્ષના ડિલીવરી બૉયને કચડ્યો

Mumbai Crime: સડસડાટ દોડતી મર્સિડીઝે 19 વર્ષના ડિલીવરી બૉયને કચડ્યો

18 December, 2020 12:37 PM IST | Mumbai
Diwakar Sharma

Mumbai Crime: સડસડાટ દોડતી મર્સિડીઝે 19 વર્ષના ડિલીવરી બૉયને કચડ્યો

એફઆરઆઇ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે

એફઆરઆઇ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે


સડસડાટ દોડી જતી મર્સિડીઝ કારે 19 વર્ષના ઝોમેટો ડિલીવરી બૉયને કચડી નાખ્યો અને લગભગ 1000 ફૂટ સુધી ઘસડ્યો. લોખંડવાલા, અંધેરીમાં આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હતી. મરનારની ઓળખ સતીશ ગુપ્તા તરીકે થઇ હતી જે અંધેરી વેસ્ટમા ંજ રહેનારા સતીશ ગુપ્તા અંગે તેના અંકલ સરોજે મિડ-ડેને જણાવ્યું કે, "મારો ભત્રીજો સતીશ, ઓશિવરામાં કોઇ ગ્રાહકને ફૂડ ડિલીવર કરવા જઇ રહ્યો હતો જ્યારે લાલ રંગની સડસડાટ જતી મર્સિડીઝ કાર તેની પર ફરી વળી હતી, કાર ખોટી દિશામાંથી આવી અને તેને લગભગ 1000 ફૂટ ઘસડ્યો હતો. કારમાં બે જણા બેઠા હતા અને બંન્ને નશામાં ચૂર હતા."

satish gupta



19 વર્ષનો સતીશ મર્સિડીઝ નીચે કચડાઇ ગયો


સુત્રોના જણાવ્યા અનુસાર મર્સિડીઝ ટુ વ્હિલરને ઘસડ્યું જે વ્હિલ અને બોનેટની વચ્ચે ફસાઇ ગયું હતું અને અમુક અંતર સુધી ઘસડાયું હતું. તેમણે ઉમેર્યું કે, " ટુ વ્હીલર સાથે અથડાયા પછી કારના ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને કારની આગળનું વ્હિલ ફાટી ગયું અને ફરતાં અટકી ગયું. ડ્રાઇવર કારની બહાર આવ્યો, રીક્ષા લઇને સતીશને નજીકની હૉસ્પિટલમાં લઇ ગયો પણ ત્યાં તેને મૃત જાહેર કરાયો."

આ દરમિયાન ઓશિવરા પોલિસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કાર ચલાવનારા તૈફૂર તનવીર શેખને અટકમાં લીધો હતો જે અકસ્માત ટાણે કાર ચલાવી રહ્યો હતો. ઓશિવરા પોલીસ સ્ટેશનના સ્ટાફે જણાવ્યું કે તે નશામાં હતો કે કેમ તે જાણવા માટે તેનું મેડિકલ ચેક અપ કરાશે.


હાલમાં એફઆરઆઇની પ્રોસેસ ચાલુ છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2020 12:37 PM IST | Mumbai | Diwakar Sharma

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK