Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પૉઝિટિવિટી રેટ ફરી વધીને ૧.૩૫ ટકા થયો

મુંબઈમાં પૉઝિટિવિટી રેટ ફરી વધીને ૧.૩૫ ટકા થયો

14 September, 2021 04:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરમાં ગઈ કાલે ૨૫,૫૮૧ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


શહેરમાં ગઈ કાલે ૨૫,૫૮૧ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૩૫ ટકા પૉઝિટિવિટી સાથે ૩૪૭ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૬ દરદીનાં મૃત્યુ થયાં હતાં, તમામ મૃતકો સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૦૨૮ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૪૨૦ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૫,૪૦૩ કેસમાંથી ૭,૨૧,૧૬૨ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪૭૪૪ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર સહેજ વધારા સાથે ૧૨૭૧ દિવસ થયો છે. ગઈ કાલે એક પણ સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી. ગઈ કાલે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ઘટીને ૩૮ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૮ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૨૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK