Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં નવા ૧૧,૩૧૭ કેસની સામે ડબલ રિકવરીથી રાહત : પૉઝિટીવિટી ૨૦.૬૦ ટકા

મુંબઈમાં નવા ૧૧,૩૧૭ કેસની સામે ડબલ રિકવરીથી રાહત : પૉઝિટીવિટી ૨૦.૬૦ ટકા

15 January, 2022 02:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ૩૨,૭૩૬ હાઈ રિસ્ક લોકોની ટેસ્ટિંગ કરાઈ હતી

મુંબઈગરાએ કાપ્યો કોરોનાનો પેચ : આમ તો કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને સુધરાઈએ લોકોને ગિરદી કરીને મકરસંક્રા‌ન્તિનો તહેવાર ન મનાવવાની અપીલ કરી હોવાથી મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરીને ઉતરાણ મનાવી હતી અને કાયપો છે... પણ કર્યું હતું.  (તસવીર : બિપિન કોકાટે)

મુંબઈગરાએ કાપ્યો કોરોનાનો પેચ : આમ તો કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને સુધરાઈએ લોકોને ગિરદી કરીને મકરસંક્રા‌ન્તિનો તહેવાર ન મનાવવાની અપીલ કરી હોવાથી મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરીને ઉતરાણ મનાવી હતી અને કાયપો છે... પણ કર્યું હતું. (તસવીર : બિપિન કોકાટે)


શહેરમાં ગઈ કાલે ૫૪,૩૧૭ લોકોની કોવિડ-ટેસ્ટ કરવા સામે ૨૦.૬૦ ટકા સાથે કોરોનાના ૧૧,૩૧૭ કેસ નોંધાયા હતા. જોકે આમાંથી ૮૮ ટકા એટલે કે ૯,૫૦૬ મામલા અસિમ્પ્ટોમૅટિક હતા. ૮૮ દરદીને ઑક્સિજન બેડની જરૂર પડવાની સાથે કુલ ૮૦૦ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. જોકે નવા કેસની સામે ગઈ કાલે ડબલ દરદી એટલે કે ૨૨,૦૭૧ દરદી કોરોનામુક્ત થવાથી શહેરમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીની સંખ્યા ઘટીને ૬,૪૩૨ થઈ છે, જે કુલ ૩૮,૦૮૮ બેડ સામે ૧૬.૮ ટકા છે.
નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે ડબલ દરદી રિકવર થવાની સાથે અત્યાર સુધીમાં ૮,૭૭,૮૮૪ દરદી ઠીક થયા છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૮૪,૩૫૨ થઈ હતી. ગઈ કાલે ૪૦થી ઓછી ઉંમરના બે, ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેનો એક દરદી તો ૬ સિનિયર સિટિઝન દરદીનાં મૃત્યુ થયાં હોવાથી કુલ મૃત્યાંક ૧૬,૪૩૫ થયો છે. 
કેસ ઘટવાની સાથે શહેરની રિકવરીની ટકાવારી વધીને ૮૯ ટકા થઈ છે, જ્યારે ૩૯ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા શૂન્ય થઈ હતી, જ્યારે સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા ઘટીને ૬૫ થઈ છે. ગઈ કાલે ૩૨,૭૩૬ હાઈ રિસ્ક લોકોની ટેસ્ટિંગ કરાઈ હતી, જ્યારે ૫૪૨ હાઈ રિસ્ક દરદીઓ સારવાર હેઠળ હતા. 


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK