મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે પ્રસ્તાવિત બંધ દરવાજાની પહેલી લોકલ ટ્રેન તૈયાર થઈ ગઈ છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે પ્રસ્તાવિત બંધ દરવાજાની પહેલી લોકલ ટ્રેન તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ એની પાઇલટ-રન કરાવવામાં આવશે. મુંબ્રામાં ચાલુ ટ્રેનમાંથી પડી જવાને કારણે ૪ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ તમામ લોકલ ટ્રેનને બંધ દરવાજાની કરવા માટે વિવિધ પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતા. એમાં અત્યારે દોડતી ટ્રેનોમાં રેટ્રો ફિટ ડોર લગાડવા અને નવી તમામ ટ્રેનો બંધ દરવાજાની હોય એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાઇલટ-રન માટે દોડનારી નવી લોકલમાં સેન્સરને કારણે ફુટબોર્ડ પર કોઈ મુસાફર હોય તો દરવાજો બંધ નહીં થાય અને જ્યારે લાલ સિગ્નલ લાઇટ ચાલુ હશે ત્યારે જ દરવાજો ઑટોમૅટિક ખૂલે એવી સુવિધા ઉપલબ્ધ થશે.


