Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: કપલ્સથી કંટાળીને સોસાઇટીના લોકોએ પેઇન્ટ કરીને લખ્યું, `નો કિસિંગ ઝોન`

Mumbai: કપલ્સથી કંટાળીને સોસાઇટીના લોકોએ પેઇન્ટ કરીને લખ્યું, `નો કિસિંગ ઝોન`

02 August, 2021 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેટલાય કપલ્સ રસ્તા પર કિસ કરતા હતા જે તેમને આપત્તિજનક લાગ્યું. આથી કંટાળીને સોસાઇટીના ગેટની બહાર `નો કિસિંગ ઝોન` પેઇન્ટ કર્યું.

તસવીર સૌજન્ય સતેજ શિંદે

તસવીર સૌજન્ય સતેજ શિંદે


સોસાઇટીના લોકોનું કહેવું છે કે લૉકડાઉનના સમયથી જ કેટલાક કપલ્સ તેમની સોસાઇટીની નજીકના રસ્તાઓ પર આવવા માંડ્યા. કેટલાય કપલ્સ રસ્તા પર કિસ કરતા હતા જે તેમને આપત્તિજનક લાગ્યું. આથી કંટાળીને સોસાઇટીના ગેટની બહાર `નો કિસિંગ ઝોન` પેઇન્ટ કર્યું.

મુંબઇની એક રહેણાંક સોસાઇટીએ કપલ્સના કારનામાથી કંટાળીને નો કિસિંગ ઝોનનો બૉર્ડ લગાડ્યો છે. આ ઘટના બોરીવલીની સત્યમ શિવમ સુંદરમ સોસાઇટીમની છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે સોસાઇટીના લોકોનું કહેવું છે કે લૉકડાઉનના સમયથી જ કેટલાક કપલ્સ તેમની સોસાઇટીની નજીકના રસ્તા પર આવવા માંડ્યા હતા. કેટલાય કપલ્સ રસ્તા પર કિસ કરતા હતા જે તેમની માટે આપત્તિજનક હતું.



સોસાઇટીમાં રહેતા લોકોને આ સારું નહોતું લાગતું, આતી કંટાળીને સોસાઇટીના ગેટની બહાર `નો કિસિંગ ઝોન`નું પેઇન્ટ કરાવી દેવામાં આવ્યું, લોકોનું કબેવું છે કે ત્યાર બાદ અહીં કપલ્સનું આવવું પહેલા કરતા ઘણું ઘટી ગયું છે.


સોસાઇટીમાં રહેનારા એક કપલે સૌથી પહેલા નજીકના રસ્તા પર કપલ્સને કિસ કરતા જોયા હતા. તેમણે આનો વીડિયો બનાવીને તેને સ્થાનિક કૉર્પોરેટરને મોકલ્યો. કૉર્પોરેટરે આ વીડિયો પોલીસને આપવા કહ્યો પણ તેમને પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી. ત્યાર બાદ સોસાઇટીના સભ્યોએ અંદરોઅંગર વિચાર વિમર્શ કરીને ગેટની બહાર `નો કિસિંગ ઝોન`નું બૉર્ડ લગાડવાનું યોગ્ય માન્યું.

`સોસાઇટીમાં બાળકો રહે છે`
સોસાઇટીના ચૅરમેન એડ્વોકેટ વિનય અનસુરકર કહે છે, "અમે લોકો કપલ્સ વિરુદ્ધ નથી, પણ અમે તેમના દ્વારા થતી હરકતો વિરુદ્ધ છીએ. આવું અમારા ઘરની સામે થતું હતું. સોસાઇટીમાં કેટલાય બાળકો અને વૃદ્ધો રહે છે. પોલીસ પાસેથી કોઈ પ્રતિક્રિયા ન મળી તેથી અમે રસ્તા પર નો કિસિંગ ઝોન પેઇન્ટ કરાવી દીધું." સાર્વજનિક જગ્યાઓ પર આવી હરકત કરવી આઇપીસીની કેટલીક ધારાઓ હેઠળ અપરાધ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK