ભાઈંદર રેલવે સ્ટેશન (વેસ્ટ)માં વિરાર તરફ આવેલા બાલાજીનગર પાસે મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી એસ્કેલેટર મૂકવાની માગણી કરવામાં આવી હતી જે રેલવેએ પૂરી કરી છે
ભાઈંદર રેલવે સ્ટેશન પર નવું એસ્કેલેટર
ભાઈંદર રેલવે સ્ટેશન (વેસ્ટ)માં વિરાર તરફ આવેલા બાલાજીનગર પાસે મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી એસ્કેલેટર મૂકવાની માગણી કરવામાં આવી હતી જે રેલવેએ પૂરી કરી છે. જોકે એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરી દેવામાં આવ્યા બાદ પણ એ શરૂ કરવામાં નહોતું આવ્યું એટલે લોકોની નારાજગીને ધ્યાનમાં રાખીને ગઈ કાલથી શરૂ કરવામાં આવ્યું હતું. ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર કમલેશ શાહે કહ્યું હતું કે ‘લોકો લાંબા સમયથી પરેશાન હતા એટલે અમે બાલાજીનગર પાસે એક એસ્કેલેટર મૂકવાની વિનંતી રેલવેને કરી હતી. બાદમાં અમે રેલવેના અધિકારીઓને આ એસ્કેલેટર શરૂ કરવાની માગણી કરતાં આજે આ એસ્કેલેટર શરૂ કરી દેવાયું છે.’