° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


Mumbai: લોઅર પરેલમાં ૫૯ વર્ષીય વ્યક્તિએ નવમા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

01 August, 2022 06:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભાયખલા સ્થિત હોસ્પિટલમાં મૃતકની માનસિક બીમારીની સારવાર કરવામાં આવી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

માનસિક બીમારીની સારવાર લઈ રહેલા 59 વર્ષીય વ્યક્તિએ રવિવારે મધ્ય મુંબઈના લોઅર પરેલમાં એક ફાઈવ સ્ટાર હોટલના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે એક વાગ્યે બની હતી. ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક, સોરાબ પેસી ખંડાલાવાલા લગભગ 11.20 વાગ્યે ભાડે કરેલી કેબમાં લંચ લેવા માટે ફાઇવ સ્ટાર હોટેલમાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે 2005થી દક્ષિણ મુંબઈના ભાયખલા સ્થિત હોસ્પિટલમાં મૃતકની માનસિક બીમારીની સારવાર કરવામાં આવી રહી હતી. હાલમાં એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં વધુ એક આકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. થાણે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર એક અકસ્માતમાં 40 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી જ્યારે સંતોષ મિસ્ત્રી નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે સ્કૂટર પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ખારેગોન પાસે રસ્તા પર રેતી હતી, જેના કારણે સ્કૂટર સ્લીપ થઈ ગયું અને એક ટ્રકે મિસ્ત્રીને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં થાણે જિલ્લાના વાગલે એસ્ટેટમાં રહેતા સંતોષ મિસ્ત્રીનું મોત થયું હતું.

01 August, 2022 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પરેલમાં બેસ્ટના અન્ડરગ્રાઉન્ડ કેબલમાં આગ લાગતાં લોકોએ રહેવું પડ્યું લાઇટ વગર

ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા

30 August, 2022 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ડબલ ટ્રબલ

આઠમી ઑગસ્ટે લોઅર પરેલમાં ગુજરાતી પરિવારના ઘરે લાગેલી આગમાં જેમનો પરિવાર વિખેરાઈ ગયો છે તે તેજાભાઈ રાઠોડ પાસે ઘર રિપેર કરવાના પૈસા પણ ન હોવાથી સંબંધીના ઘરે રહે છે

23 August, 2022 09:34 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

એસી લઈ આવ્યું મોતનો સંદેશ

દીકરીએ વૃદ્ધ માતા-પિતાની સુવિધા માટે જ આ ઍર-કન્ડિશનર લગાવ્યું હતું અને એ જ બન્યું તેના મૃત્યુનું કારણ : મધરાત બાદ લાગેલી આગમાં મા-દીકરીનું મરણ થયું, ભાઈ અને પિતા હજી ક્રિટિકલ

11 August, 2022 09:48 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK