° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


ઝૂકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહિએ

25 October, 2021 08:40 AM IST | Mumbai | Mehul Jethva

મુલુંડમાં રહેતા ગુજરાતી આરટીઆઇ ઍક્ટિવિસ્ટે પોસ્ટમૅનના જુઠ્ઠાણાને મુંબઈ પોસ્ટ ફોરમમાં ફરિયાદ કરીને ખુલ્લું પાડીને તેની પાસે દંડરૂપે લાલબાગચા રાજામાં ૫,૫૦૦ રૂપિયા પણ ચડાવડાવ્યા

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ભગવાન કારિયા. પોસ્ટમૅને લાલબાગચા રાજા મંડળમાં ભરેલા ૫૫૦૦ રૂપિયાની પાવતી (જમણે)

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ભગવાન કારિયા. પોસ્ટમૅને લાલબાગચા રાજા મંડળમાં ભરેલા ૫૫૦૦ રૂપિયાની પાવતી (જમણે)

મુલુંડમાં રહેતા આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ૭૩ વર્ષના ભગવાન કારિયાએ ફોર્ટમાં આવેલી ડેપ્યુટી રજિસ્ટ્રારની ઑફિસ પર એક ફરિયાદ પોસ્ટ કરી હતી. ૧૫ દિવસ રહીને એ પત્ર તેમના ઘરે પાછો આવ્યો હતો. અમુક કારણોસર એને ડિલિવર કરવામાં આવ્યો નથી એવું એમાં લખવામાં આવ્યું હતું. એની સામે વાંધો લઈને ભગવાનભાઈએ એની ફરિયાદ મુંબઈ પોસ્ટના કન્ઝ્યુમર સેલમાં કરી હતી. અંતે જે પોસ્ટમૅને બેદરકારી કરી હતી તેણે પોતાની ભૂલ કન્ઝ્યુમર ફોરમમાં સ્વીકારી હતી. ત્યાર પછી ભગવાન કારિયાએ તેને સજારૂપે લાલબાગચા રાજાના મંડળમાં ૫૦૦૦ રૂપિયા ચઢાવવા માટે કહ્યું હતું. એની સામે પોતાની ભૂલ સ્વીકારીને પોસ્ટમૅને ૫૫૦૦ રૂપિયા લાલબાગચા રાજામાં ચઢાવી એની પાવતી ભગવાન કારિયાને પોસ્ટથી તેના ઘરે મોકલી હતી.

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ભગવાન કારિયાએ પોતાની સોસાયટીની ફરિયાદ સામે મુલુંડ સુધરાઈના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી લેખિત ફરિયાદ કરી હતી. તેમણે ફોર્ટમાં મલ્હોત્રા હાઉસમાં આવેલી ડેપ્યુટી રજિસ્ટ્રારની ઑફિસ પર એક પત્ર લખીને એને પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કર્યાના ૧૫ દિવસ પછી તેમનો પત્ર ઘરે પાછો આવ્યો હતો. જે કારણસર પત્ર ડિલિવરી કરવામાં આવ્યો નહોતો એ માટેનાં બેથી ત્રણ કારણો લખવામાં આવ્યાં હતાં. એ પત્ર પોસ્ટ કરવા માટે ખર્ચેલા ૨૫ રૂપિયા અને પોસ્ટના રાઇટના આધારે તેમણે પત્ર ડિલિવરી કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી અને લખેલાં કારણો ખોટાં હોવાનો દાવો પણ કર્યો હતો.

આ બાબતે વાત કરતાં ભગવાન કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી ફરિયાદ લઈને ફોર્ટની પોસ્ટ-ઑફિસ પર ગયો હતો. ત્યાં મેં સિનિયર અધિકારીઓ સામે મારી ફરિયાદ મૂકતાં તેમણે જેણે મારો પત્ર પહોંચાડ્યો નહોતો તે વિલેશ રાણેને મારી સામે બોલાવ્યો હતો. તેણે શરૂઆતમાં મારી સામે દાદાગીરી દેખાડી હતી એટલે મેં તેની ફરિયાદ મુંબઈ પોસ્ટ ફોરમમાં કરી હતી. ત્યાં બે વાર હિયરિંગ ચાલ્યું હતું અને વિલેશે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્યાર પછી પોસ્ટ ફોરમના અધિકારીઓએ મને પૂછ્યું હતું કે રાણેને શું શિક્ષા કરવામાં આવે? ત્યારે મેં તેમને કહ્યું હતું કે વિલેશ રાણે લાલબાગચા રાજાના મંડળમાં પોતાના નામે ૫૦૦૧ રૂપિયા ચઢાવે અને એની પાવતી મને દેખાડે. આ વાત અધિકારીઓએ પણ માની હતી. ૨૦ ઑક્ટોબરે રાણેએ ભરેલા ૫૫૦૦ રૂપિયાની પાવતી સાથે એક પત્ર મને ઘરે પોસ્ટના અધિકારીઓ મોકલ્યો છે. અંતે તેમણે કહ્યું હતું કે જો સામેવાળો ખોટો છે તો તમે તેની સામે એટલી જ હિંમતથી લડો. ક્યારેક ને ક્યારેક તેણે તમારી સામે ઝૂકવું જ પડશે.’

મુંબઈ પોસ્ટ-ઑફિસના પબ્લિક રિલેશન્સ ઑફિસરે કહ્યું હતું કે ‘પોસ્ટમૅને પોતાની ભૂલ સ્વીકારી હતી. ભગવાન કારિયાએ કહેલા પૈસા તેણે દાનરૂપે લાલબાગમાં આપ્યા છે. એની પાવતી પણ અમે ભગવાન કારિયાને મોકલી આપી છે.’

25 October, 2021 08:40 AM IST | Mumbai | Mehul Jethva

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દીકરીના લગ્નમાં સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

28 November, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK