° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

05 October, 2022 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે બપોરે 1 વાગ્યાની આસપાસ રિલાયન્સની ઑફિસના લેન્ડલાઈન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની ઑફિસ પર ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે આ મામલાની તાત્કાલિક નોંધ લઈ તપાસ શરૂ કરી છે. મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને સુરક્ષા સઘન કરવામાં આવી છે.

આજે બપોરે 1 વાગ્યાની આસપાસ રિલાયન્સની ઑફિસના લેન્ડલાઈન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. આ કોલ દ્વારા રિલાયન્સ હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. તેમ જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ આ સમયે ધમકી આપવામાં આવી હતી. ડીબી માર્ગ પોલીસે આ બાબતની નોંધ લીધી છે અને તેમની તપાસ ચાલુ છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકીઓને પગલે રિલાયન્સ હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાન એન્ટિલિયામાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આ કેસમાં ચારે બાજુથી તપાસ શરૂ કરી છે.

આ પહેલાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઑગસ્ટ મહિનામાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સાર્વજનિક ફોન નંબર પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફરિયાદ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી, જે બાદ આરોપી બિષ્ણુ વિદુ ભૌમિક (ઉંમર 56)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દક્ષિણ મુંબઈમાં જ્વેલરીની દુકાન ધરાવે છે.

05 October, 2022 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પોટ્સ શન્ટ સર્જિકલ પ્રક્રિયા થકી મહિલાનું હાર્ટ અને લન્ગ ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું

~ દર્દી ઇડિયોપેથિક પલ્મોનરી આર્ટેરિયલ હાયપરટેન્શનનો ભોગ બન્યાં હતાં, જે એકાએક મૃત્યુ માટે જવાબદાર હાર્ટ ફેઇલ્યોરથી ઊંચો મૃત્યુદર ધરાવતી બિમારી છે ~ ભારતમાં પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ ટેકનિકનો ઉપયોગ કરીને પોટ્સ શન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.

08 November, 2022 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

આકાશ અંબાણી​એ જિયો ટ્રુ- 5G અને જિયો ટ્રુ 5G પાવર્ડ વાઇફાઇ લૉન્ચ કર્યું

આકાશ અંબાણીએ સૌથી પહેલો 5G ફોન તિલકાયત બાવાના લાલજી શ્રી વિશાલકુમાર મહોદયજીને આપ્યો હતો

23 October, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

અનંત અંબાણીએ ઉદ્ધવ ઠાકરે સાથે ત્રણ કલાક શું વાત કરી?

ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણીના પુત્રે પણ શિવસેનાપ્રમુખની મુલાકાત લેવાથી જાત-જાતની ચર્ચા શરૂ થઈ

23 October, 2022 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK