Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની વૉટ્સઍપ હેલ્પલાઇન પર એક વર્ષમાં થઈ કચરાની ૧૩,૦૦૦ કરતાં વધુ ફરિયાદો

BMCની વૉટ્સઍપ હેલ્પલાઇન પર એક વર્ષમાં થઈ કચરાની ૧૩,૦૦૦ કરતાં વધુ ફરિયાદો

Published : 24 June, 2024 08:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦,૦૦૦ જેટલી ફરિયાદ કચરાને લગતી, જ્યારે બાકીની બિલ્ડિંગના કાટમાળની

કચરો

કચરો


મુંબઈના રસ્તાઓ પર જ્યાં-ત્યાં કચરો ફેંકાતો હોય છે સાથે જ ઘરમાં રિનોવેશન કરાવાયું હોય, મકાનનું રિપેરિંગ કરાતું હોય તો એનો કાટમાળ પણ ગમે ત્યાં ફેંકી દેવાય છે જેના કારણે મુંબઈ ગંદું બને છે અને એનાથી બીમારી પણ પ્રસરતી હોય છે. એથી રસ્તા પરનો કચરો કે કાટમાળ ઝડપથી ઉપાડી લેવાય એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વૉટ્સઍપ પર એક હેલ્પલાઇન નંબર ૮૧૬૯૬ ૮૧૬૯૭ પ્રોવાઇડ કર્યો હતો જેના પર જૂન ૨૦૨૩થી લઈને જૂન ૨૦૨૪ સુધી કચરાને લગતી ૧૩,૦૦૦ કરતાં વધુ ફરિયાદો થઈ છે જેમાં ૧૦,૦૦૦ રસ્તા પર પડેલા કચરાની જ્યારે બાકીની ફરિયાદો રસ્તા પર ફેંકી દેવાયેલા બિલ્ડિંગ મટીરિયલના કાટમાળની હોવાનું જણાઈ આવ્યું છે. હેલ્પલાઇન સિવાય પણ વૉર્ડ ઑફિસના સ્તરે મળેલી બિલ્ડિંગના કાટમાળની ફરિયાદો ​૮૦૦ કરતાં વધુ હતી જેમાં એ સામે કાર્યાવાહી કરી BMCએ ૫૦ લાખ કરતાં વધુ દંડ વસૂલ્યો હતો.


રસ્તા પર ​બિલ્ડિંગનો કાટમાળ ન પડી રહે એ માટે BMC દ્વારા એ ઉપાડી લેવા ડેબ્રીઝ ઑ‌ન કૉલ સેવા શરૂ કરી હતી. કોઈ પણ વ્યક્તિ એના પર ફોન કરીને માહિતી આપે એ પછી ‍BMCની ટીમ ત્યાં પહોંચી જાય અને સોસાયટીનો એ કાટમા‍ળ એના માટે ફાળવાયેલી અલાયદી જગ્યા પર જઈ ઠાલવી આવતી હતી. આ માટે સોસાયટીને કેટલીક ચોક્કસ રકમ પણ ચાર્જ કરાતી હતી. જોકે આ અભિયાન ચલાવ્યા છતાં રસ્તા પર જ્યાં-ત્યાં કાટમાળ નાખેલો જોવા મળતો હતો.



વૉટ્સઍપ નંબર પર કુલ ૧૩,૨૭૦ ફરિયાદો મળી હતી જેમાંથી ૧૦,૨૨૯ ફરિયાદ કચરાને લગતી હતી જ્યારે ૨૮૨૧ બિલ્ડિંગના કાટમાળની અને ૨૨૦ કચરો બાળવાની ફરિયાદો હતી. સૌથી વધારે ફરિયાદો અંધેરી-વેસ્ટ, કુર્લા, સાયન, વડાલામાંથી આવી હતી. જ્યારે એ પછી મલાડ-વેસ્ટ, ગોવંડી, ભાંડુપ-વેસ્ટ, બોરીવલી અને દહિસરનો નંબર આવતો હતો.


એ સિવાય પ્રદૂષણ નિયંત્રણ માટે BMCએ ગાઇડલાઇન બહાર પાડી છે જેનું બિલ્ડર-ડેવલપરો પાલન કરતા નથી. BMC દ્વારા એથી તેમને ૨૦૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરાતો હોય છે. ૪ નવેમ્બરથી ‍BMCએ ૩૦૪૮ ફરિયાદો સામે કાર્યવાહી કરી ૭૧,૨૧,૨૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. એ ઉપરાંત બિલ્ડિંગ મટીરિયલ લઈ જતી ટ્રકોએ એના પર કપડું ઓઢાડવું જરૂરી હોય છે. ૪૪૧ ટ્રકોએ કપડું ન ઓઢાડ્યું હોવાથી ટ્રક-ડ્રાઇવરો પાસેથી પણ ૭,૮૨,૦૦૦નો દંડ વસૂલ કરાયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK