° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


વાગડ વીસા ઓસવાળ સમાજના ૧૦૦૦૦થીય વધુ સભ્યો રમશે ઑનલાઇન હાઉઝી

29 May, 2020 08:25 AM IST | Mumbai Desk | Alpa Nirmal

વાગડ વીસા ઓસવાળ સમાજના ૧૦૦૦૦થીય વધુ સભ્યો રમશે ઑનલાઇન હાઉઝી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એક પછી એક જાહેર થયેલા લૉકડાઉનનો સિલસિલો, કોરોનાનો વધતોજતો કેર, ધંધા-કામકાજની અનિશ્ચિતતા જેવાં અનેક કારણસર આજે દરેક ભારતીય અપસેટ છે, ફ્રસ્ટ્રેટ છે, ડિપ્રેસ્ડ છે ત્યારે વાગડ વીસા ઓસવાળ સમાજે સમસ્ત જ્ઞાતિજનોને   રિલૅક્સ કરવા, કનેક્ટેડ રાખવા આખા સમાજ માટે સમૂહ હાઉઝીની રમતનું આયોજન કર્યું છે. વાગડ સમાજની સર્વમાન્ય સંસ્થા વાગડ કલા કેન્દ્ર અને કમ્યુ ટ્રી ઍપના સહ પ્રયાસ દ્વારા ૩૦ મેએ રાતે ૧૦ વાગ્યે સમૂહ હાઉઝી રમાશે. આ આઇડિયાના જનક અને કમ્યુ ટ્રી ઍપના રચયિતા વાગડ વીસા ઓશવાળ સમાજના અમિત છેડા ‘મિડ-ડે’ને કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન અમારા સમાજમાં હેલ્થ, વેલ્થ, એજ્યુકેશન, અને બિઝનેસવિષયક ઘણા વેબિનાર થયા. એમાં સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમથી અનેક જ્ઞાતિજનો જોડાયા, પરંતુ હવે આટલા લાંબા ગાળા બાદ લોકો ખરેખર કંટાળી ગયા છે.  તેઓને જાતજાતની ચિંતા છે. કોઈને પૈસાનો પ્રૉબ્લેમ છે તો કોઈને એકલા પડી ગયાની લાગણી છે. આવા સમયે મને અને મારા પાર્ટનર અતુલ નિસરને વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ જેમાં સમાજનો દરેક નાનો-મોટો માણસ ઇન્વૉલ્વ થઈ શકે અને આમ અમને હાઉઝી રમાડવાનો વિચાર આવ્યો. અમે અમારો આ કન્સેપ્ટ વાગડ કલા કેન્દ્રના કમિટી-મેમ્બર સમક્ષ રજૂ કર્યો.’

૫૩ વર્ષ પૂર્વે સ્થપાયેલી વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશીભાઈ દેઢિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી સંસ્થા સમાજને એકજૂટ રાખવા માટે ઘણીબધી પ્રવૃત્તિઓ કરે છે. સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો, સ્પોર્ટ્સ ઇવેન્ટ વગેરે વગેરે. ઍક્ચ્યુઅલી અમારા જ્ઞાતિજનો એકબીજા સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા છે. અમારાં ગામ, અટક, મુંબઈમાં જે જગ્યાએ વસતા હોય એ એરિયા, કુળદેવી-દેવતાને સાંકળતાં અનેક મંડળો-ગ્રુપ સંસ્થાઓ છે, જે અંતર્ગત અનેક પ્રકારના કાર્યક્રમ યોજાય છે. આ દરેકનો હેતુ સમસ્ત કમ્યુનિટીને યુનાઇટેડ રાખવાનો છે. લૉકડાઉન દરમ્યાન આવા કોઈ પ્રકારના કાર્યક્રમો થયા નથી એટલે અનેક જ્ઞાતિજનો એકલતા અનુભવતા હતા એથી કમ્યુ ટ્રીનો પ્રસ્તાવ આવતાં જ અમે તૈયાર થઈ ગયા. આમ તો આ દિવસો દરમ્યાન અનેક લોકો તેમના મિત્રો સાથે, ગ્રુપમાં,  બિલ્ડિંગની સોસાયટીના મેમ્બરો સાથે, કુટુંબીજનો સાથે અનેક રમત ઑનલાઇન રમ્યા હશે, પણ એક આખો સમાજ એકત્ર થઈને એકસાથે રમ્યો હોય એ ઘટના કદાચ ક્યાંય નહીં બની હોય.’  

વાગડ કલા કેન્દ્રના ટ્રસ્ટી દામજીભાઈ બુરીચા વાતને આગળ વધારતાં કહે છે, ‘હાઉઝીમાં ટેક્નિકલ સપોર્ટ કમ્યુ ટ્રીનો છે, જ્યારે ઇનામ વાગડ કલા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. અમે કુલ ૨૫,૦૦૦ રૂપિયા સુધીનાં ૧૦૮ ઇનામ રાખ્યાં છે, જેમાં મૅક્સિમમ ૨૦૦૦ રૂપિયા અને મિનિમમ ૧૦૦ રૂપિયા  છે. વિનરના અકાઉન્ટમાં તેણે જીતેલી રકમ પેટીએમ, યુપીઆઇ અથવા બૅન્ક-અકાઉન્ટમાં તરત જ જમા થઈ જાય એવી વ્યવસ્થા કરાઈ છે. દરેક જ્ઞાતિજનોને માથાદીઠ એક ટિકિટ ફાળવવામાં આવશે. એ માટે તેઓએ  એક પણ રૂપિયો આપવાનો નથી. ફક્ત કમ્યુ ટ્રી ઍપ દ્વારા આ રમત રમવાની છે. હા, તેઓએ આ ઍપમાં રજિસ્ટર કરાવવું જરૂરી છે, અગેઇન રજિસ્ટ્રેશન માટે પણ કોઈ ચાર્જિસ નથી.’

આનાં ટેક્નિકલ પાસાં સમજાવતાં કમ્યુ ટ્રીના અતુલ નિસર કહે છે, ‘અમારી જ્ઞાતિની વસ્તી ૫૦,૦૦૦ની આસપાસ છે. અમુક વયસ્કો અને બાળકોને છોડીને ૨૫,૦૦૦ વ્યક્તિઓ કમ્યુ ટ્રીમાં રજિસ્ટર્ડ છે. જેઓ હજી સુધી નથી જોડાયેલા તેઓ હવે પણ જોડાઈ શકે છે. જો કોઈ ખોટા નામે રજિસ્ટર થાય તો? એના જવાબમાં અમિત છેડા કહે છે, ‘જે લોકો કમ્યુ ટ્રીમાં રજિસ્ટર નથી તેઓના ડેટા પણ અમારી પાસે છે તેમ જ અમારા મેકૅનિઝમમાં ઇન્ટર્નલ ટ્રુ કૉલર છે. વળી રજિસ્ટ્રેશન-ફૉર્મમાં અનેક વિગતો ભરવાની રહે છે એથી બધા પ્રકારે વેરિફિકેશન થઈ જાય છે. આ બધી સિક્યૉરિટી અમે પહેલાંથી જ કરી છે. બીજી આ ગેમની ખાસિયત એ છે કે વાગડ સમાજની કોઈ પણ વ્યક્તિ દુનિયાના દરેક સ્થળેથી એક જ પ્લૅટફૉર્મ પર એકસાથે તેના જ્ઞાતિબંધુઓ સાથે રમી શકશે. અત્યાર સુધી આ કાર્યક્રમમાં હજારો વ્યક્તિ એન્‍રોલ થયા છે અને કમસે કમ ૧૦થી ૧૨ હજાર લોકો સમૂહ હાઉઝીમાં જોડાશે એવી અમારી ધારણા છે. અમે એકસાથે ૨૫,૦૦૦ વ્યક્તિ રમી શકે પ્રમાણે અમારી આ હાઉઝી-ઍપ તૈયાર કરી છે.’

શું હશે આ રમતમાં?

૩૦થી ૩૫ મિનિટ ચાલનારી આ ગેમ મજાથી ભરપૂર છે એમ કહેતાં અતુલ નિસર આગળ કહે છે, ‘દરેક નંબરમાં ટ્રિવિયા છે, ફન છે અને સાથે ફૅક્ટસ પણ છે. ૯ અલગ-અલગ કૅટેગરીમાં ઇનામો છે તથા સાથે-સાથે જ્ઞાતિજનો માટે સ્ટ્રેસમાં ન રહેવા તેમ જ એકબીજાને હેલ્પ કરવાનો સંદેશ આપતો સરસ વિડિયો-મેસેજ પણ રજૂ થશે.’

આ દરેકનો હેતુ સમસ્ત કમ્યુનિટીને યુનાઇટેડ રાખવાનો છે. આમ તો આ દિવસો દરમ્યાન અનેક લોકો તેમના મિત્રો સાથે, ગ્રુપમાં, બિલ્ડિંગની સોસાયટીના  મેમ્બરો સાથે, કુટુંબીજનો સાથે અનેક રમતો ઑનલાઇન રમ્યા હશે, પણ એક આખો સમાજ ભેગો થઈને એકસાથે રમ્યો હોય એ ઘટના કદાચ ક્યાંય નહીં બની હોય.
- જગશીભાઈ દેઢિયા, વાગડ કલા કેન્દ્રના પ્રમુખ

29 May, 2020 08:25 AM IST | Mumbai Desk | Alpa Nirmal

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Maharashtra: સરકારી હૉસ્પિટલની નર્સ 48 કલાકની હડતાળ પર, જાણો વધુ

આ હડતાળ પદોન્નતિ અને COVID ભથ્થાં સહિત જુદી જુદી માગને લઈને કરવામાં આવી છે. નર્સે માગ ન માનવા પર અનિશ્ચિતકાલીન હડતાળની ચેતવણી પણ આપી છે.

23 June, 2021 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ડ્રગ સપ્લાય મામલે અંડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈની NCB દ્વારા ધરપકડ

ડ્રગ સપ્લાય મામલે અંડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

23 June, 2021 06:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પ્યાર તૂને ક્યા કિયા?

એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને ગૅન્ગને સુપારી આપી હત્યા કરવા મહિલાના પતિ પર ફાયરિંગ કરાવ્યું

23 June, 2021 01:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK