° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


બીએમસીની પોલ તો પહેલા વરસાદમાં જ ખૂલી ગઈ : આશિષ શેલારનો આક્ષેપ

10 June, 2021 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા જ વરસાદમાં રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાતાં બીએમસીએ પ્રી-મૉન્સૂન નાળાં, ગટર અને સિવરેજ લાઇનની સાફસફાઈ થઈ ગઈ છે એવા જે દાવા કર્યા હતા એ પોકળ ઠર્યા છે અને એ કામમાં થયેલી ગેરરીતિઓ ઉઘાડી પડી ગઈ છે એમ બીજેપીના નેતા આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પહેલા જ વરસાદમાં રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાતાં બીએમસીએ પ્રી-મૉન્સૂન નાળાં, ગટર અને સિવરેજ લાઇનની સાફસફાઈ થઈ ગઈ છે એવા જે દાવા કર્યા હતા એ પોકળ ઠર્યા છે અને એ કામમાં થયેલી ગેરરીતિઓ ઉઘાડી પડી ગઈ છે એમ બીજેપીના નેતા આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું. 

આશિષ શેલારે કહ્યું હતું કે ‘શિવસેનાની સત્તા ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાએ એવો દાવો કર્યો હતો કે મૉન્સૂન પહેલાં જ અમે નાળાં, સિવરેજ અને ખુલ્લી ગટરોને સાફ કરવાની કામગીરી ૧૦૪ ટકા પતાવી દીધી છે, જ્યારે આજે પહેલા જ વરસાદમાં શહેરમાં અને રેલવે-ટ્રૅક પર અનેક જગ્યાએ પાણી ભરાતાં તેમની પોલ ખૂલી ગઈ છે. દર વર્ષે પાલિકા દ્વારા નાળાં, સિવરેજ અને ગટરની સફાઈ માટે ૧૫૦ કરોડ રૂપિયા કરતાં વધુના કૉન્ટ્રૅક્ટ અપાય છે. જોકે કૉન્ટ્રૅક્ટરો, પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધારી પક્ષની સાઠગાંઠને કારણે એમાં લૂંટ ચલાવાય છે.’ 

પાણી નહીં ભરાય એવો દાવો કર્યો જ નથી : મેયર

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો દ્વારા એવો દાવો કરાય છે કે નાળાં સાફ થતાં નથી એટલે પાણી ભરાય છે, પણ એવું નથી. બીજું, અમે ક્યારેય એવો દાવો કર્યો નથી કે મુંબઈમાં પાણી નહીં ભરાય. અમારું કહેવું છે કે એક વાર પાણી ભરાયા બાદ વરસાદ અટકી જાય એના ચાર કલાકમાં પાણી ઊતરી જાય એવો અમે પ્રયાસ કરીએ છીએ.’

10 June, 2021 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સુપરવાઇઝર પર કચરો ફેંકાવનાર શિવસેનાના દિલીપ લાંડે વિરુદ્ધ FIRની માગણી

સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે.

15 June, 2021 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK