મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતા નવાબ મલિક(Nawab Malik)એ પોતાની ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી વિશેષ પીએમએલએ અદાલતમાં જામીન અરજી કરી છે. પરંતુ ઈડીએ જામીન અરજીનો વિરોધ કર્યો છે.

નવાબ મલિક
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતા નવાબ મલિક(Nawab Malik)એ પોતાની ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી વિશેષ પીએમએલએ અદાલતમાં જામીન અરજી કરી છે. પરંતુ ઈડીએ જામીન અરજીનો વિરોધ કર્યો છે. નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે,તેમની હાલત ગંભીર છે.
આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે નવાબ મલિકની અજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો તો બીજી બાજુ પીએમએલ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીને છ મહિના સુધી લંબાવી દીધી છે. મલિકે બોમ્બે હાઈકોર્ટના એ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના હેઠળ હાઈકોર્ટે તેમની તત્કાલ જામીનની અંતરિમ અરજી ફગાવી દીધી હતી. નવાબ મલિક વિરુદ્ધ ઈડી મની લોન્ડરિંગનો કેસ ચલાવી રહી છે.
જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તપાસના આ તબક્કે દખલ નહીં કરીએ. આવી સ્થિતિમાં, તમારે યોગ્ય કોર્ટમાં જામીન અરજી કરવી જોઈએ. તેમની મુક્તિની માંગ કરતી વખતે મલિકે કહ્યું હતું કે પીએમએલએ એક્ટ 2005નો છે. પરંતુ 1999માં ટ્રાન્ઝેક્શન માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.
EDએ ચાર્જશીટ દાખલ કરી છે
EDએ ગુરુવારે NCP નેતા નવાબ મલિક સામે ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલો મલિકના અંડરવર્લ્ડ કનેક્શન અને તેની સાથે જોડાયેલ પ્રોપર્ટીની ખરીદીમાં નાણાંની ગેરઉપયોગ સાથે સંબંધિત છે. EDના વકીલોએ આ દરમિયાન કહ્યું હતું કે કોર્ટની રજિસ્ટ્રીમાં 5,000 પેજથી વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મની લોન્ડરિંગ એક્ટના કેસોની વિશેષ અદાલત દસ્તાવેજોની ચકાસણી બાદ ચાર્જશીટની નોંધ લેશે.