° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


રેલવે ટ્રૅક પર પીછો કરીને પકડી પાડ્યો મોબાઈલ-ચોરને

21 November, 2021 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ જવાનની બહાદુરીનો લાઇવ વિડિયો સીસીટીવી કૅમેરામાં કેદ થયો

દહિસર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી.

દહિસર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી.

ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ, પર્સ વગેરે ચોરી કરીને નાસી જવાના કિસ્સાઓ રેલવેમાં અવારનવાર બનતા હોય છે. તાજેતરમાં વિરાર રેલવે સ્ટેશન પર પ્રવાસી ટ્રેનમાં ચડી રહ્યો હતો ત્યારે એક ચોર એ મોબાઇલ ચોરીને ભાગી નીકળ્યો હતો. તેને પકડવાના પ્રયત્નમાં એ પ્રવાસી પર તેણે હુમલો કર્યો હોવાથી તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી ઘટના બન્યા છતાં દહિસર પોલીસ સ્ટેશનના એક પોલીસ જવાને બહાદુરી દાખવી અને ચોરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો. દહિસર પોલીસ સ્ટેશનમાં તહેનાત પોલીસ-અધિકારી શ્રીકાંત દેશપાન્ડે દરરોજની જેમ પોતાની ડ્યુટી પૂરી કરીને દહિસર રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ વખતે જ ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારીને એક યુવાન રેલવે ટ્રેક તરફ ભાગતો જોવા મળ્યો હતો. ત્યારે એક મહિલા પ્રવાસી ચોર-ચોર કરીને બૂમો પાડવા લાગી હતી. પોલીસ-અધિકારી તરત જ અલર્ટ થઈ ગયા અને અવાજ સાંભળીને તે ચોરને જોતાં જ તેની પાછળ ભાગવા લાગ્યા હતા. પોલીસને પાછળ જોઈને ચોરે સ્પીડ વધારી દીધી અને રેલવે ટ્રૅક પર દોડવા લાગ્યો. પોલીસ-અધિકારીએ પણ સ્પીડમાં ભાગીને ચોરને રંગેહાથ પકડી પાડ્યો હતો. આ જોઈને જોનારાને એવું લાગી રહ્યું હતું કે કોઈ ફિલ્મના દૃશ્યનું શૂટિંગ ચાલી રહ્યું છે. સીસીટીવી કૅમેરામાં પોલીસ-અધિકારી પ્લૅટફૉર્મ પર ઊભેલો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ થોડા સમયમાં જ ત્યાં એક યુવાન ટ્રેનમાંથી કૂદકો મારીને ભાગતો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ આ પોલીસ જવાન ચોરનો પીછો કરતા ભાગતા જોવા મળે છે અને રેલવે ટ્રૅક પર ચોરને પકડી પાડે છે. 
ચોરને પકડ્યા બાદ પોલીસ-અધિકારી શ્રીકાંત દેશપાન્ડેએ તેને બોરીવલી જીઆરપીને હવાલે સોંપી દીધો હતો. 
બોરીવલી જીઆરપીના કહેવા પ્રમાણે ગ્રાન્ટ રોડમાં રહેતાં ૬૭ વર્ષનાં અમીના ચિતલવાલા વસઈ રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે તેમની ટ્રેન દહિસરના પ્લૅટફૉર્મ-નંબર બે પર આવી હતી. કોચમાં પહેલાથી જ ઉપસ્થિત એક યુવાને મહિલાનો મોબાઇલ જબરદસ્તીથી ખેંચીને લોકલમાંથી કૂદકો મારીને નાસી રહ્યો હતો. પોલીસ-સ્ટેશને લાવીને તેનું નામ પૂછવામાં આવ્યું તો તેણે દિલીપ મિશ્રા (૧૯ વર્ષ) જણાવ્યું હતું.’

21 November, 2021 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK