સાકીનાકામાં પ્રભાતવાડી નજીક પ્રિન્સ ધ શૉપ નામની મોબાઇલની દુકાનમાંથી આશરે ૩૦ લાખ રૂપિયાના મોબાઇલ અને ૧ લાખ રૂપિયા રોકડાની ચોરી બુધવારે મોડી રાતે થઈ હોવાની ફરિયાદ એના ૨૪ વર્ષના માલિક જિતેન્દ્ર પુરોહિતે ગઈ કાલે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.
પ્રતીકાત્મક તસવીર
સાકીનાકામાં પ્રભાતવાડી નજીક પ્રિન્સ ધ શૉપ નામની મોબાઇલની દુકાનમાંથી આશરે ૩૦ લાખ રૂપિયાના મોબાઇલ અને ૧ લાખ રૂપિયા રોકડાની ચોરી બુધવારે મોડી રાતે થઈ હોવાની ફરિયાદ એના ૨૪ વર્ષના માલિક જિતેન્દ્ર પુરોહિતે ગઈ કાલે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. દુકાનમાં ચોરી કરવા આવેલા ચોરોએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નું ડીવીઆર મશીન પોતાની સાથે લઈ ગયા હતા એટલું જ નહીં, ૧૩૭ મોંઘા મોબાઇલ સાથે લઈ ગયા હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે.