Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેધા સોમૈયાનો સંજય રાઉત સામે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો

મેધા સોમૈયાનો સંજય રાઉત સામે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો

24 May, 2022 09:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયાએ સોમવારે શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉત સામે ૧૦૦ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે.

સંજય રાઉત

સંજય રાઉત



મુંબઈ : બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયાએ સોમવારે શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉત સામે ૧૦૦ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. સંજય રાઉતે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કિરીટ સોમૈયા અને તેમનાં પત્ની મેધા સોમૈયાએ ગેરરીતિઓ આચરીને ટૉઇલેટ સ્કૅમ કર્યું છે. મેધા સોમૈયાએ કહ્યું છે કે કોર્ટ સંજય રાઉતને આદેશ આપે કે તે અમને ૧૦૦ કરોડ રૂપિયા આપે અથવા ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં એ રકમ જમા કરાવે. મેધા સોમૈયાએ કહ્યું હતું કે સંજય રાઉત વારંવાર તેમની અને તેમના પતિ કિરીટ સોમૈયાની ૧૦૦ કરોડના ટૉઇલેટ સ્કૅમમાં સંડોવણી હોવાનું કહેતા હતા. 
મેધા સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે હાઈ કોર્ટે સંજય રાઉતને વચગાળાની રાહત ન આપવી જોઈએ અને તેમને દંપતી સામે કમેન્ટ કરવા પર રોક લગાવવી જોઈએ.  


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK