27 સેકેન્ડમાં હુમલાખોરે યુવતી પર જાહેરમાં 15 વાર કર્યો હુમલો અને ત્યાં સુધી માર્યું જ્યાં સુધી યુવતી મરી ન ગઈ.
પ્રતીકાત્મક તસવીર
27 સેકેન્ડમાં હુમલાખોરે યુવતી પર જાહેરમાં 15 વાર કર્યો હુમલો અને ત્યાં સુધી માર્યું જ્યાં સુધી યુવતી મરી ન ગઈ.
મુંબઈ: વસઈમાં એક માથાફરેલ પ્રેમીએ 20 વર્ષની યુવતીની લોખંડના પાનાંથી મારી-મારીને હત્યા કરી દીધી છે. હત્યાને બધાની સામે રસ્તા પર એટલી ક્રૂરતાથી અંજામ આપવામાં આવ્યો કે ત્યાં હાજર દરેક વ્યક્તિ કાંપી ઉઠી. તે ત્યાં સુધી યુવતી પર હુમલો કરતો રહ્યો, જ્યાં સુધી તેનો જીવ ન નીકળી ગયો. આરોપી યુવકને વાલિવ પોલીસની અટકમાં લેવામાં આવ્યો છે. પોલીસ હવે કેસની તપાસ કરી રહી છે. 27 સેકેન્ડમાં હુમલાખોરે યુવતી પર જાહેરમાં 15 વાર હુમલો કર્યો અને તે ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી કે યુવતી મરી ન ગઈ.
ADVERTISEMENT
સીસીટીવીમાં ઘટના કેદ
સીસીટીવી ફુટેજનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રસ્તા પરથી પસાર થતો દેખાય છે. ત્યારે કમર પર બૅગ લટકાડીને એક શખ્સ રસ્તા પર ચાલતી યુવતીના માથાંમાં લોખંડના પાનાંથી હુમલો કરે છે. યુવતી પહેલા હુમલામાં જ રસ્તા પર પડી જાય છે અને ઉઠવાનો પ્રયત્ન કરે છે. યુવતી જેવી ઊભા થવા માંડે છે, ત્યારે ફરીથી હુમલાવર યુવતી પર જાન લગાડીને હુમલો કરે છે. માથાફરેલ શખ્સ યુવતી પર નિર્દયતાથી અને પૂરજોશમાં વારંવાર હુમલો કરે છે. ખૂબ જ મુશ્કેલીથી કેટલાક લોકો યુવતીને છોડાવવાનો પ્રયત્ન કરે છે, પણ હુમલાખોર પીછે હઠ કરતો નથી.
હત્યાનો વીડિયો જોઈને દરેક જણ કાંપી ઉઠ્યું
છોકરી રસ્તા પર પડેલી હતી અને લોકો ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. જેમણે છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો તેઓ પણ નિષ્ફળ ગયા. છોકરીની હત્યા કર્યા પછી, ખૂની ત્યાં ભીડની સામે ઊભો હતો. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ ચોંકી જશે. ભીડની સામે યુવતીને કેટલી નિર્દયતાથી મારી નાખવામાં આવી તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
અન્ય ક્રાઈમ સમાચાર:
નાલાસોપારામાં રહેતી ત્રણ સગીર ગુજરાતી બહેનો સાથે શારીરિક શોષણની ઘટના સામે આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી અલગ-અલગ આરોપીઓ તેમની સાથે દુષ્કર્મ આચરતા હતા. આ કેસમાં ગઈ કાલે ફરિયાદ નોંધાયા બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એમાંથી એક રીઢો ગુનેગાર છે. ત્રણેય સગીર બહેનોને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવી છે. આ ટીનેજરો સાથે દુષ્કર્મ કરનારાઓમાંથી એક ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ સગીરાઓનો ઉપયોગ તેણે પોતાના ધંધામાં કર્યો છે કે કેમ.
નાલાસોપારામાં રહેતી આ પીડિત યુવતીઓમાં મોટી ૧૭ વર્ષની, બીજી ૧૬ વર્ષની અને ત્રીજી ૧૪ વર્ષની છે. યુવતીઓના પિતાને દારૂનું વ્યસન હતું અને તે પત્નીને મારતો હોવાથી તે છોડીને જતી રહી હતી. દારૂડિયો પિતા પોતાની દીકરીઓને પણ મારતો હતો જેને લીધે ગયા વર્ષે ૧૭ વર્ષની યુવતીએ ઘર છોડી દીધું હતું. ત્યારે ૩૫ વર્ષના આરોપી દત્તા ક્ષીરસાગરે લાચારીનો લાભ ઉઠાવીને સગીરાને આશરો આપ્યો હતો અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. તેની બે નાની બહેનો પણ તેને મળવા જતી હતી. આ દરમ્યાન આરોપી દત્તા ક્ષીરસાગરે એક બહેન પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ છે. તેના બે સાથીઓએ પણ સગીરાઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ એક વર્ષથી ચાલી રહ્યું હોવાથી ૧૬ વર્ષની સગીરા ગર્ભવતી થઈ હતી.

