Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાઉદ સાથે સંબંધિત જે ૨૦ જગ્યાએ NIAએ રેઇડ પાડી એમાં મલિકના બિઝનેસ અસોસિએટ સામેલ

દાઉદ સાથે સંબંધિત જે ૨૦ જગ્યાએ NIAએ રેઇડ પાડી એમાં મલિકના બિઝનેસ અસોસિએટ સામેલ

10 May, 2022 08:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાઉદ સાથે સંબંધ ધરાવતી જે ૨૦ જગ્યાએ એનઆઇએએ રેઇડ પાડી હતી એમાં નવાબ મલિકના બિઝનેસ અસોસિએટ પણ સામેલ

ગઈ કાલે એનઆઇએએ સલીમ ફ્રૂટની અટક કરી હતી.  પી.ટી.આઇ.

ગઈ કાલે એનઆઇએએ સલીમ ફ્રૂટની અટક કરી હતી. પી.ટી.આઇ.


નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સહયોગીઓનાં તેમ જ અન્ય કેટલાક હવાલા ઑપરેટર્સનાં મુંબઈમાંનાં ૨૦ ઠેકાણાંઓ પર રેઇડ કરી હતી. એનઆઇએએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુપીએપી હેઠળ ડી કંપની વિરુદ્ધ એફઆઇઆર નોંધ્યો હતો, જેમાં આ ગૅન્ગના સભ્યો મુંબઈના લોકોમાં ભય ફેલાય એવી પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. 
એનઆઇએએ નાગપાડા, ગોરેગામ, બોરીવલી, સાંતાક્રુઝ, મુમ્બ્રા, ભીંડીબજાર, બાંદરા, કુર્લા અને માહિમ વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓનાં ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. 
એનઆઇએએ રેઇડની શરૂઆત હાજી અલી દરગાહ અને માહિમ દરગાહના ટ્રસ્ટી સોહેલ ખંડવાનીના ઘર પર તેમ જ માહિમ દરગાહ પર દરોડો પાડીને કરી હતી તથા તેમને અટકમાં લીધા હતા. સોહેલ ખંડવાનીને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને અત્યારે જેલ-કસ્ટડીમાં રહેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સિનિયર નેતા નવાબ મલિક સાથે બિઝનેસ-રિલેશન હોવાનું કહેવાય છે. અન્યોમાં બાંદરાના ​ડિલાઇટ અપાર્ટમેન્ટમાંથી સમીર અંગોરા, માહિમમાંથી કૈયુમ, ગ્રાન્ટ રોડથી છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફે સલીમ સૈયદ ઉર્ફે સલીમ ફ્રૂટની અટક કરી તેની પાસેથી અગત્યના દસ્તાવેજ કબજે કર્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK