° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


મહારાષ્ટ્ર સરકાર હલી ગઈ

25 December, 2012 06:15 AM IST |

મહારાષ્ટ્ર સરકાર હલી ગઈ

મહારાષ્ટ્ર સરકાર હલી ગઈરવિકિરણ દેશમુખ


મુંબઈ, તા. ૨૫

દિલ્હીમાં ૨૩ વર્ષની એક યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારના પગલે ભભૂકી ઊઠેલી લોકલાગણીને કાબૂમાં લેવાના પ્રયાસમાં દેશની રાજધાની લશ્કરી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે અને કેટલાક પોલીસોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરિણામે રાજ્યની ડેમોક્રેટિક ફ્રન્ટ ગવર્નમેન્ટ પણ હરકતમાં આવી ગઈ છે. રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બની રહે એ માટે મહારાષ્ટ્ર સરકારના સત્તાવાર ગેસ્ટ હાઉસ સહ્યાદ્રિમાં એક ખાનગી બેઠક પણ યોજવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સ્ત્રીઓ વિરુદ્ધ થતા ગુનાઓ સામે હોમ ડિપાર્ટમેન્ટ તથા પોલીસ ડિપાર્ટમેન્ટ કઈ રીતે પ્રતિક્રિયા આપે છે એની સમીક્ષા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી.

દિલ્હીમાં થયેલા વિરોધ-પ્રદર્શનનો પડઘો મુંબઈમાં પણ જોવા મળ્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન શહેરમાં કેટલાંક વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. ગેટવે ઑફ ઇન્ડિયા પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલા પછી યોજાયેલા વિરોધ-પ્રદર્શન તેમ જ ત્યાર બાદ સરકારના મહત્વના લોકોનાં રાજીનામાંઓની યાદ પણ હજી તાજી જ છે એટલે એ બહુ સાવેચતીપૂર્વક વર્તવા માગે છે.

ભવિષ્યમાં રાજ્યમાં આવા કેસ બને તો એ સમયે એને કઈ રીતે હલ કરવા એ વિશે પણ ડેમોક્રેટિક ફ્રન્ટ ગવર્નમેન્ટે વિચારણા શરૂ કરી છે. દિલ્હીમાં થયેલા વિરોધ-પ્રદર્શનને કારણે રાજ્ય સરકારની ચિંતાઓ વધી ગઈ છે. મહિલાઓ સામે થતા ગુનાઓ વિરુદ્ધ કેવી પ્રતિક્રિયા આપવી એની ચર્ચાઓ આ મીટિંગમાં થઈ હોવાની માહિતી સરકારી અધિકારીઓએ આપી હતી. આવા કેસને અસરકારક રીતે ઉકેલવા પર આ મીટિંગમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

નિવૃત્ત જસ્ટિસ ચંદ્રશેખર ધર્માધિકારીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવતા ગુનાઓને કઈ રીતે અસરકારક રીતે હલ કરવા એ માટેનો પોતાનો રિપોર્ટ સરકારમાં જમા કરાવી દીધો છે. ત્યાર બાદ સરકારે મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવતા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ સ્ટેટ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ દ્વારા આના અમલીકરણનો પ્રસ્તાવ હજી આવવાનો બાકી છે. કમિટીની મોટા ભાગની ભલામણોનો સરકારે સ્વીકાર કર્યો છે. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘મહિલાનો વિનયભંગ કરવાના હેતુથી તેના પર હુમલો કે બળપ્રયોગ કરવા બદલ કરવામાં આવતી બે વર્ષની સજાની મુદતને લંબાવીને સાત વર્ષની કરવાનો પ્રસ્તાવ છે. સેશન્સ ર્કોટમાં આ ગુનાને બિનજામીનપાત્ર કે બિનમાંડવાળપાત્ર બનાવવાનો પણ સમાવેશ છે. શાંતિ ભંગ કરવા માટે અથવા તો એ હેતુસર અપમાન કરવાની વર્તમાન એક વર્ષની સજા વધારીને ત્રણ વર્ષની કરવાનું તેમ જ એને પણ બિનજામીનપાત્ર તથા બિનમાંડવાળપાત્ર બનાવવાનું સૂચન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.’

દરમ્યાન પ્રધાનોને આપવામાં આવતી વધારાની સલામતીને હટાવવાની માગણી એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કરી હતી. ગઈ કાલે અમરાવતીમાં યોજાયેલી રૅલીમાં તેમણે કહ્યું હતું કે ‘તેઓ શા માટે ગભરાય છે? તેમની જગ્યાએ આ જવાનોનો મહિલાઓની સુરક્ષા કરવાના કામમાં ઉપયોગ કરવો જોઈએ.’

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર તથા સ્ટેટ હોમ મિનિસ્ટર આર. આર. પાટીલની હાજરીમાં તેમણે આ વક્તવ્ય આપ્યું હતું. આ રૅલીને સંબોધતાં હોમ મિનિસ્ટર આર. આર. પાટીલે કહ્યું હતું કે પોલીસફોર્સમાં ૧૭,૦૦૦ મહિલાઓની ભરતી કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ વધુ ભરતી કરવામાં આવશે.

25 December, 2012 06:15 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

થાણેની હૉસ્પિટલના સ્ટાફને નોકરીમાંથી કાઢ્યા પછી આંદોલન બાદ પાછો લેવામાં આવ્યો

કોરોનાના કેસ ઓછા થતાં અને તેમની જરૂર ન જણાતાં તેમને શુક્રવારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

20 June, 2021 03:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મધ્ય પ્રદેશથી ગન વેચવા આવેલ યુવાન ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર યુનિટના હાથમાં ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

20 June, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના-બીજેપીના કાર્યકરો ફરી બાખડ્યા

પેટ્રોલ-પમ્પ પર વૈભવ નાઈક લોકોને પેટ્રોલ ખરીદવા માટે રૂપિયા વહેંચી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેમણે વિરોધ કરતાં બન્ને પક્ષના કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને એકબીજાની સામસામે આવી ગયા હતા.

20 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK