Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics:એકનાથ શિંદેએ પોતાના જૂથને આપ્યું આ નામ, જોડાયા ૪૦ ધારાસભ્યો

Maharashtra Politics:એકનાથ શિંદેએ પોતાના જૂથને આપ્યું આ નામ, જોડાયા ૪૦ ધારાસભ્યો

25 June, 2022 02:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણકારોનું કહેવું છે કે આ નામથી શિવસેના બે ભાગમાં વહેંચાઈ જશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. એક તરફ સીએમ ઉદ્ધવ રાજકીય સંઘર્ષ લડી રહ્યા છે, તો બીજી તરફ એકનાથ શિંદે પણ મેદાનમાં છે. એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ પરના હુમલાને વધુ તીવ્ર બનાવવા માટે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર શિંદે સમર્થકોએ તેમના અલગ જૂથનું નામ નક્કી કર્યું છે. આ જૂથનું નામ `શિવસેના-બાળાસાહેબ જૂથ` હશે. લગભગ 40 બળવાખોર ધારાસભ્યો આ જૂથમાં સામેલ છે.

જાણકારોનું કહેવું છે કે આ નામથી શિવસેના બે ભાગમાં વહેંચાઈ જશે. એક જૂથને બાળાસાહેબ જૂથ અને બીજા (ઉદ્ધવ) જૂથનું નામ આપવામાં આવશે. શિંદે જૂથ માની રહ્યું છે કે આ દ્વારા વધુને વધુ શિવસૈનિકો તેમના જૂથ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેશે. શિંદે જૂથ અન્ય કોઈ પક્ષ સાથે વિલીનીકરણ નહીં કરે એવું પણ માનવામાં આવી રહ્યું છે.



સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને આપી ધમકી


મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉત સતત નિવેદન આપી રહ્યા છે. શનિવારે તેમણે કહ્યું કે “આજે મળનારી શિવસેનાની કાર્યકારી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવશે. આ પાર્ટી રાજ્ય અને દેશની બહુ મોટી પાર્ટી છે. બાળાસાહેબજી, ઉદ્ધવજી અને તમામ કાર્યકરોએ આ પાર્ટીની રચનામાં લોહી અને પરસેવો વહાવ્યો છે.”

રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે “શિવસેનાને કોઈ સરળતાથી લૂંટી શકે નહીં.” એકનાથ શિંદેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મા”ત્ર પૈસાથી પાર્ટી ખરીદી શકાતી નથી. અત્યારે જે કટોકટી છે તેને અમે કટોકટી નથી માનતા, પરંતુ અમારા માટે પાર્ટીનો વિસ્તાર કરવાની મોટી તક છે.”


સંજય રાઉતે ફરીથી બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી છે. તેમણે કહ્યું કે “શિવસૈનિકો ધીરજ રાખે છે. નહિંતર, શહેરમાં આગ લાગશે. તેથી જ હું તમને પાછા આવવા માટે કહું છું.” સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું કે “તેઓ જે પણ દાવા કરી રહ્યા છે, તે કરવા દો. સંખ્યામાં કોની શક્તિ છે તે ફ્લોર પર જોવામાં આવશે. હું એવું નથી કહેતો. હું સીએમ ઉદ્ધવ ઠાકરે વતી બોલું છું, આ યાદ રાખો.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK