° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


હૉસ્પિટલમાં દાખલ પત્નીની ઉપરવટ જઈને સંજય રાઠોડ જોડાયા શિંદે ગુપ સાથે

24 June, 2022 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો

સંજય રાઠોડ Maharashtra Political Drama

સંજય રાઠોડ

શિવસેનામાં બળવો કરીને આસામ પહોંચેલા એકનાથ શિંદેના ગ્રુપમાં વિધાનસભ્ય સંજય રાઠોડનો પણ સમાવેશ થાય છે. મૂળમાં સંજય રાઠોડ મુંબઈમાં હતા. એ પછી એકનાથ શિંદેને વિધાનસભ્યો ખૂટી રહ્યા છે અને તેમના તરફથી કહેણ આવતાં સંજય રાઠોડે તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો. તેમનું કહેવું હતું કે સંજય રાઠોડે ઉદ્ધવ ઠાકરેને જ સાથ આપવો જો​ઈએ. એ પછી તેમની તબિયત લથડી હતી અને તેમનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું એટલે તેમને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એક દિવસ સંજય રાઠોડ તેમની સાથે હૉસ્પિટલમાં પણ રહ્યા હતા. એ પછી તેમણે પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો અને આસામના ગુવાહાટીમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો પાસે પહોંચી ગયા હતા. 

24 June, 2022 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

તમારા સંપર્કમાં છે એ વિધાનસભ્યોનાં નામ જાહેર કરો

શિવસેનાના આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે ગુવાહાટીની હોટેલમાં પહોંચેલા ૨૦ વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે એનો એકનાથ શિંદેએ જવાબ માગ્યો

29 June, 2022 08:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ભ્રમ દૂર કરો અને પાછા આવો, બેસીને વાત કરીએ

બળવો કરનારાઓને મનાવવાના છેલ્લા પ્રયાસરૂપે મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લખ્યો ખુલ્લો પત્ર

29 June, 2022 07:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ફાઇનલી ધાર્યા મુજબ બીજેપીએ મારી એન્ટ્રી

ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતી ગુમાવી હોવાનો દાવો કરીને આવતી કાલે વિશેષ અધિવેશન બોલાવીને વિશ્વાસનો મત કરાવવાની રાજ્યપાલ સમક્ષ કરી માગણી

29 June, 2022 07:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK