° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


સોચા થા ક્યા, ક્યા હો ગયા...

01 July, 2022 08:40 AM IST | Mumbai
Dharmendra Jore

એક્ઝૅક્ટલી આવા જ હાલ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન બનવાની જેમને ફરજ પડાઈ એ દેવેન્દ્ર ફડણવીસની હતી

રાજભવનમાં ગઈ કાલે યોજાયેલી મહારાષ્ટ્રની નવી સરકારની શપથવિધિમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ (તસવીર : આશિષ રાજે) Maharashtra Political Drama

રાજભવનમાં ગઈ કાલે યોજાયેલી મહારાષ્ટ્રની નવી સરકારની શપથવિધિમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ (તસવીર : આશિષ રાજે)

શિવસેનામાં બળવાનું મુખ્ય જોર અને એના માટેના બીજેપીના હીરોએ એકનાથ શિંદેને સીએમ બનવા દઈને માસ્ટર સ્ટ્રોક માર્યો છે એવી તમામ વાતો પર તેમને શિંદેના ડેપ્યુટી બનવાનો દિલ્હીથી આદેશ આપવામાં આવ્યો ત્યારે પાણી ફરી વળ્યું હતું 

‘સૌ સારું જેનો અંત સારો’ એ ઉક્તિને સાચી માનીએ તો ગઈ કાલે સાંજે બીજેપીના કાર્યકરો એક ઉચ્ચ વૉલ્ટેજ ડ્રામાની કલ્પના કરી રહ્યા હતા, જેનો શપથગ્રહણ સમારોહના થોડા સમય પહેલાં દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદે કૅબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવા સાથે અંત આવ્યો હતો.

શરૂઆતમાં ફડણવીસે કહ્યું હતું કે તેઓ કૅબિનેટનો હિસ્સો નહીં બને અને શિવસેનાના બળવાખોર જૂથ સાથે મળીને સરકાર બનાવતાં બીજેપી તેમને બહાર રહીને સંપૂર્ણ ટેકો આપશે. એ તો લગભગ બધા જ જાણે છે કે તખ્તાપલટની આ આખી વાર્તા બીજેપીની દિલ્હી કમાન્ડ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને ૨૦ જૂને સાંજે જે ઘટના ઘટી હતી એની પક્ષના ઘણા લોકોને જાણ નહોતી. એમ કહેવાય છે કે બળવો કરતાં પહેલાં બળવાખોર સંસદસભ્યો કે વાટાઘાટકારોએ શિંદે સાથે જે શરતો અને કરાર કર્યા હતા એ તમામ વિશે ફડણવીસને સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા.  

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શિંદેએ સોદો કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો તથા એમાં તેમને સફળતા પણ મળી હતી. બીજેપીમાં અન્ય એક મત પ્રવર્તે છે કે બળવાખોરોમાં વિઘટનની સંભાવનાઓ પ્રત્યે બીજેપી સંપૂર્ણ રીતે આશ્વસ્ત ન હોવાથી એણે  શિંદેને કાર્યભાર સોંપ્યો છે, પણ રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં રાખ્યું છે. તગડું ઇનામ તેમને એકસાથે જોડી રાખશે એવી માન્યતાને કારણે જ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.

ફડણવીસને તેઓ મુખ્ય પ્રધાનના પદ માટેની પ્રથમ પસંદગી ન હોવાની અગાઉથી જ જાણ હતી કે તેમને સત્તા હસ્તાંતરણના અંતિમ તબક્કામાં જણાવવામાં આવ્યું એ નથી ખબર. જોકે એની જાહેરાતની જવાબદારી પણ તેમના પર ઢોળવામાં આવી ત્યારે તેમણે જાતે જ સત્તાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસને બે વાર ફોન કર્યો હતો અને તેમનો અનુભવ અને કુશળતા સરકાર માટે એક સંપત્તિ છે તથા તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે એની ખાતરી હોવાનું જણાવતી ટ્વીટ કરી હતી.  

પક્ષપ્રમુખ જે. પી. નડ્ડાએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના ત્યાગની પ્રશંસા કરતી ટ્વીટ કરી પાર્ટીના હાઈ કમાન્ડ તેઓ નાયબ મુખ્ય પ્રધાનપદ સંભાળીને સત્તામાં રહે એવું ઇચ્છતા હોવાનંત ભારપૂર્વક જણાવ્યું હતું.

01 July, 2022 08:40 AM IST | Mumbai | Dharmendra Jore

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પ્રધાનમંડળમાં ૫૦ ટકાની ફૉર્મ્યુલાથી બીજેપી આજે બીજો આંચકો આપશે?

સરકાર બન્યાના સવા મહિના બાદ કૅબિનેટનું વિસ્તરણ થશે : ત્રણ સામે એક નહીં, એક સામે એક એટલે કે એકનાથ શિંદે જૂથને બીજેપી સરખેસરખી ભાગીદારી આપીને ફરી પોતાનો હાથ ઉપર રાખે એવી શક્યતા

09 August, 2022 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર કેબિનેટનું આગામી સપ્તાહે વિસ્તરણ; દેવેન્દ્ર ફડણવીસને મળશે ગૃહ ખાતું

શિવસેનામાં બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિંદે અને ફડણવીસે 30 જૂને અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા

07 August, 2022 04:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નીતિન ગડકરીની હૈયાની વાત હોઠે આવી, કહ્યું – ‘હું રાજકારણ છોડવા માગુ છું’

રાજકારણનો અર્થ સમજવાની જરૂર: ગડકરી

25 July, 2022 08:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK