° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


Maharashtra: રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે હાઈ એલર્ટ પર પોલીસ, મુંબઈ પર ચાંપતી નજર

24 June, 2022 08:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા પાટે ચડવાનું નામ લઈ રહી નથી. રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો વધી રહ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર પોલીસના વડાએ ખાસ કરીને મુંબઈના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.

પોલીસ સૂત્રોનું માનીએ તો તેમને એલર્ટ મળ્યું છે કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરીને હંગામો મચાવી શકે છે. મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે અને શાંતિ જળવાઈ રહે. પોલીસને સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈપણ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. જેથી પોલીસે પોતાની રીતે બંદોબસ્ત ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હવે સ્થિતિ શાંત જણાય છે, પરંતુ અંદરથી જે માહિતી મળી રહી છે તેને અવગણી શકાય તેમ નથી. આ શક્યતા ત્યારે વધુ વધી જાય છે જ્યારે શિવસેનાના કેટલાક નેતાઓ નિવેદન આપે છે કે તેમના કાર્યકરો માટે રસ્તા પર ઉતરવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. પોલીસ કોઈપણ સંજોગોમાં જોખમ લેવા તૈયાર નથી. આથી પોલીસ સાવચેતીના ભાગરૂપે આ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે.

24 June, 2022 08:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK