° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


મહારાષ્ટ્ર સરકાર મહિલાઓના રક્ષણ માટે જરાય સિરિયસ નથી

20 December, 2012 04:32 AM IST |

મહારાષ્ટ્ર સરકાર મહિલાઓના રક્ષણ માટે જરાય સિરિયસ નથી

મહારાષ્ટ્ર સરકાર મહિલાઓના રક્ષણ માટે જરાય સિરિયસ નથીરવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૨૦

મહિલાઓ વિરુદ્ધ તાજેતરમાં થયેલા ગુનાહિત આચરણને વખોડતી રાજ્યની કૉન્ગ્રેસ-એનસીપીની સરકાર એ વાતને ભૂલી જાય છે કે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા કમિશનમાં ૨૦૦૯થી માત્ર બે જ સભ્યો છે. એમાં છ સભ્યોની જગ્યા ખાલી પડી છે એટલું જ નહીં, ચૅરપર્સન પણ નથી. રાજ્યના સ્ટેટ મિનિસ્ટર તરીકેનું માન ધરાવતું આ પદ મેળવવા માટે ઘણા લોકો હોવાથી આમ થયું હોવાનું કૉન્ગ્રેસનાં સૂત્રો જણાવે છે.

૧૯૯૩માં સ્ટેટ કમિશન ફૉર વિમેનની સ્થાપના કરવામાં આવી હતી, જેને સિવિલ ર્કોટ જેટલી સત્તા આપવામાં આવી હતી. એમાં અત્યારે માત્ર બે સભ્યો છે. રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ હોદ્દાની રૂએ એના સભ્ય બને છે તેમ જ સિવિલ સર્વિસિસમાં કામ કરતી મહિલા-ઑફિસર મેમ્બર સેક્રેટરી છે. જોકે ચૅરપર્સન તેમ જ અન્ય છ સભ્યોની ગેરહાજરીને કારણે આ કમિશનનો કોઈ અર્થ રહેતો નથી. ૨૦૦૯માં એના તમામ સભ્યોની મીટિંગ મળી હતી, જ્યારે એના બે સભ્યોની મીટિંગ ૨૩ ઑગસ્ટે મળી હતી.

ઘણા ઉમેદવારો


કૉન્ગ્રેસના એક નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે ઘણા લોકોએ આ ચૅરપર્સનના પદ માટે દાવેદારી કરી હોવાથી એ અત્યારે ખાલી છે. નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં વ્યસ્ત હોવાથી વિમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રોફેસર વર્ષા ગાયકવાડનો સંપર્ક થઈ શક્યો નહોતો. ગયા વર્ષે આ મિનિસ્ટરે વહેલી તકે આ પદ પર નિયુક્તિ કરવાની વાત કરી હતી.

કમિશનનું કાર્યક્ષેત્ર

આ કમિશનના કાર્યક્ષેત્રમાં મહિલાઓને અસર કરતા મુદ્દાઓ જેવા કે લગ્નની સમસ્યાઓ, દહેજમૃત્યુ, બળાત્કાર તેમ જ છેડતીઓ જેવા સામાજિક મુદ્દાઓ, મહિલાઓને સંડોવતો સંપત્તિ-વિવાદ, કામના સ્થળે સતામણીનો સમાવેશ છે.

કમિશનની સત્તાઓ

બંધારણ તથા કાયદાની રૂએ મહિલાઓને રક્ષણ માટે આપવામાં આવેલા તમામ કેસોની એ તપાસ કરી શકે છે.

મહિલાઓની પરિસ્થિતિ સુધારવા માટે એને આપવામાં આવેલા અધિકારોમાં વધારો કરવા માટેની ભલામણ કરી શકે છે.

મહિલાઓને આપવામાં આવેલા અધિકારોના ભંગ અને એની સુરક્ષામાં રાખવામાં આવેલી બેદરકારીના મામલે એ સુઓ મોટો (સ્વેચ્છાએ) નોટિસ પણ આપી શકે છે.

જરૂરિયાતમંદ મહિલાઓને સલાહ તેમ જ માગદર્શન આપી શકે છે.

મહિલાઓને રાખવામાં આવે છે એ જેલ, રિમાન્ડ હોમ, મહિલા-સંગઠનો કે અન્ય સ્થળોની મુલાકાત લઈ શકે છે તેમ જ જરૂર જણાય તો તેમની સ્થિતિ સુધારવા માટેનાં સૂચનો પણ કરી શકે છે.

લાયકાત

મહિલાઓના અધિકાર માટે સમર્પિત મહિલાને આ કમિશનના સભ્ય બનાવી શકાય એમ કાયદામાં જણાવવામાં આવ્યું છે. કમિશનના સભ્યને મહિલાઓને લગતા કાયદાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. મહિલાઓની પ્રગતિ માટે કામ કરતાં ટ્રેડ યુનિયનો કે સ્વૈચ્છિક સંગઠનમાં કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

20 December, 2012 04:32 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે મુંબઇમાં જ ખબર પડી શકશે કોરોનાનું બદલાતો સ્વરૂપ

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

04 August, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પૂરમાં પાયમાલ થયેલા દુકાનદારોને સરકાર આપશે પચાસ હજાર રૂપિયા

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

04 August, 2021 10:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સીઈટી માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ કર્યું રજિસ્ટ્રેશન

હવે વિદ્યાર્થીઓને ઍડ્મિઈટ કાર્ડ અપાશે અને ૨૧ ઑગસ્ટે યોજાનારી ઑફલાઇન પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ફાળવાશે

04 August, 2021 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK