° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


મુંબઈમાં કારની પાર્કિંગ વ્યવસ્થા માટે પગલાં લે મહારાષ્ટ્ર સરકાર, બીએમસી: કૉર્ટ

21 November, 2022 07:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ અભય આહૂજાની ખંડપીઠ તે બન્ને અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ હાઇ કૉર્ટે (Bombay High Court) સોમવારે (Monday) કહ્યું કે મહાનગરમાં કારની વધતી સંખ્યાને ઘ્યાનમાં રાખતા પાર્કિંગની (Car Parking issue) જગ્યા નક્કી કરવાની રહેશે. કૉર્ટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) તેમજ બૃહ્નમુંબઈ નગર નિગમ (BMC)ને પૂછ્યું છે કે તે આ મુદ્દે શું પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકે છે.

મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ અભય આહૂજાની ખંડપીઠ તે બન્ને અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં વ્યાપક પાર્કિંગ નીતિ બનાવવા અને અવ્યવસ્થિત આવાગમન પર રોક મૂકવા માટે આનાં પર કામ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું કે અવ્યવસ્થિત આવાગમનને કારણે અગ્નિશામક વાહનોને પ્રભાવિત સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કૉર્ટે સોમવારે સરકારી વકીલ પૂર્ણિમા કંતારિયાએ જાણવાની માગ કરી કે શું પાર્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી કોઈ નીતિ છે?

જ્યારે કંતારિયાએ `હા`માં જવાબ આપ્યો, તો પીઠે કહ્યું કે અધિકારીઓને શહેરમાં સાંકડા રસ્તાને શોધીને એ જોવાની જરૂર છે કે ત્યાં પાર્કિંગ કરવા માટે કોઈ જગ્યા કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય છે.

આ પણ વાંચો : ગવર્નર કોશ્યારીને ક્યાંક બીજે મોકલો...શિવાજી પર કોમેન્ટ બાદ શિંદેની BJP સામે માગ

કૉર્ટે કહ્યું કે સરકાર અને બીએમસીએ એક યોજના બનાવવાની રહેશે. પીઠે રાજ્ય સરકાર અને બીએમસીને શહેરમાં પાર્કિંગ સ્થળ નક્કી કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંની સાથે-સાથે પ્રસ્તાવિત ઉપાય પર ચાર અઠવાડિયાની અંદર એક વ્યાપક હલફનામું નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

કૉર્ટે કહ્યું કે તે જાન્યુઆરી 2023માં અરજીઓ પર સુનાવણી કરશે.

21 November, 2022 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઈમાં ઓરીનો પ્રકોપ : છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૨૩ કેસ

શહેરમાં કોરોનાના કેસ ભલે ઘટ્યા, પણ ઓરીના કેસમાં થયો છે વધારો

02 December, 2022 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈ લોકલમાં સિનિયર સિટિઝન માટે ડબ્બો રિઝર્વ કરો; હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

આ જાહેર હિતની અરજી વરિષ્ઠ નાગરિક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની સુનાવણી થવાની શક્યતા છે

02 December, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બીએમસીના વૉર્ડ ૨૩૬ રહેશે કે પાછા ૨૨૭ થઈ જશે? આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે

એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને મુંબઈ સુધરાઈના વાર્ડની સંખ્યા ૨૩૬થી ઘટાડીને ૨૨૭ કરવાનો નિર્ણય લીધો હતો

01 December, 2022 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK