° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


NCPની મહિલા સભ્ય સાથે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલે કરી હતી ‘ગંદી વાત’, આગોતરા જામીન અરજી ફગાવાઇ

11 January, 2022 07:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇની ડિંડોશી સેશન કોર્ટે વિવિધ કેસોમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ ઈન્દરપાલ સિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના વકીલ પર એક મહિલાએ `ગંદા કૃત્ય`નો આરોપ લગાવ્યો છે. આરોપ બાદ હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની મહિલા કાર્યકર્તાઓ છે. આ કેસમાં કુલ 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં બુધવારે પોલીસે દેશમુખના વકીલ ઈન્દરપાલ સિંહ, એનસીપી કાર્યકર્તા મુકેશ પૂજારી, મણિશંકર ચૌહાણ અને ધનંજય ચૌહાણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ત્રણેયએ પાર્ટીની મહિલા કાર્યકરની છેડતી કરી હતી. મહિલાનો આરોપ છે કે તેને વોટ્સએપ પર ગંદા મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા.

જો કે મુંબઇની ડિંડોશી સેશન કોર્ટે વિવિધ કેસોમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ ઈન્દરપાલ સિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. સિંઘની સાથે અન્ય ત્રણ ઉદ્યોગપતિઓએ એનસીપીના એક નેતા દ્વારા દાખલ કરાયેલા કેસમાં ધરપકડ પૂર્વે જામીનની સુરક્ષા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

54 વર્ષીય ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ઓક્ટોબર 2021માં ઈન્દરપાલ સિંહે તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પાર્ટીના એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ દ્વારા આ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જ મહિનામાં, એક પાર્ટીમાં અન્ય ત્રણ પુરુષો દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી. આ મામલામાં ફરિયાદીએ રાજ્ય મહિલા આયોગમાં પણ પોતાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલામાં કલમ 354-ડી સહિત અન્ય કેટલીક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હજુ સુધી કોઈ ધરપકડના અહેવાલ નથી. આ મહિલાએ ફરિયાદ કરી હતી કે સિંઘ તેને ઑફિસમાં સુંદર મહિલાઓ મોકલવા કહેતા હતા. 

ગયા વર્ષે માર્ચમાં મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન રાજ્ય ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ પર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે ચાંદીવાલ કમિશનની રચના કરી હતી. માર્ચમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મળ્યા બાદ પોલીસ અધિકારીઓને બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ આરોપોની તપાસમાં રોકાયેલા છે.

11 January, 2022 07:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai Corona Cases: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1815 નવા કેસ

સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા

25 January, 2022 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai Winter Memes: મુંબઈની ઠંડીના ચમકારાએ નેટિઝન્સને આપી ગજબ ક્રિએટીવીટી

નેટિઝન્સે મુંબઇ વિન્ટરના હેશટૅગને કેવા જાતભાતના મીમ્સ બનાવીને સોલીડ ટ્રેન્ડ કરાવ્યું હતું, જેઠાલાલથી માંડીને રજનીકાંત આ મીમ્સનો ભાગ બન્યા

25 January, 2022 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવાબ મલિકની અભદ્ર ટિપ્પણી; કહ્યું કિરીટ સોમૈયા ભાજપની આઈટમ ગર્લ છે

બીજેપી નેતા કિરીટ સોમૈયા સતત મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરી રહ્યા છે.

25 January, 2022 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK