Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: PM મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કૉંગ્રેસ નેતા વિરુદ્ધ FIR

Maharashtra: PM મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કૉંગ્રેસ નેતા વિરુદ્ધ FIR

15 June, 2022 05:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાગપુર (પશ્ચિમ) બીજેપી યુનિટના પ્રમુખ વિનોદ કંહારે આ કેસમાં ફરિયાદી છે

ફાઇલ તસવીર

Maharashtra

ફાઇલ તસવીર


કૉંગ્રેસ નેતા શેખ હુસૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને પીએમ મોદી પર આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે શેખ હુસૈન નાગપુર કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગીટીખાદન પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 294 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. ભાજપના નાગપુર એકમે હુસૈન દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ પોલીસ ફરિયાદ કરશે.



નાગપુર (પશ્ચિમ) બીજેપી યુનિટના પ્રમુખ વિનોદ કંહારે આ કેસમાં ફરિયાદી છે.


ફરિયાદ અનુસાર, હુસૈને સોમવારે EDની ઓફિસ પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસ નેતા નેશનલ હેરાલ્ડ કેસ સાથે એકતા વ્યક્ત કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2022 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK