અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હવે થવાની છે ત્યારે બાપ્પાના આશીર્વાદ મેળવીને તેઓ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે
અજિત પવાર નેતાઓ સાથે ભગવાનના ચરણે
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર ગઈ કાલે પાર્ટીના અન્ય નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, દિલીપ વળસે-પાટીલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ અને અન્યો સાથે સિદ્ધિવિનાયકનાં દર્શને ગયા હતા. અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હવે થવાની છે ત્યારે બાપ્પાના આશીર્વાદ મેળવીને તેઓ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરશે અને વિકાસના એજન્ડા સાથે લોકો સમક્ષ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ૧૪ જુલાઈએ બારામતીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં તેઓ પાર્ટીની આગળની રણનીતિ જાહેર કરશે. અજિત પવાર અને વિધાનસભ્યો મંત્રાલય પાસેથી બસ પકડીને સિદ્ધિવિનાયક ગયા હતા.

