° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

દરિયાનાં પાણીના બદલાતા રંગની કુદરતી કરામત

18 December, 2020 08:59 AM IST | Mumbai | Ranjeet Jadhav

દરિયાનાં પાણીના બદલાતા રંગની કુદરતી કરામત

શેવાળને કારણે દરિયાકાંઠાની નજીક પાણી વાદળી-લીલું દેખાય છે

શેવાળને કારણે દરિયાકાંઠાની નજીક પાણી વાદળી-લીલું દેખાય છે

મહારાષ્ટ્રના પ્રકૃતિપ્રેમીઓ છેલ્લા કેટલાક દિવસથી દરિયામાં રચાતી કુદરતની કરામતનો લહાવો લઈ રહ્યા છે. દરિયામાં જાણે ચમત્કાર સર્જાયો હોય એમ રાતના સમયે કાંઠાની કેટલીક જગ્યાઓએ દરિયાનું પાણી વાદળી રંગ ધારણ કરે છે તો સવારે એ પાણી લીલાશ પડતું દેખાય છે.

નિષ્ણાતોના મતે દરિયાના બદલાતા રંગો શેવાળ ઊગવાને કારણે સર્જાતી બાયોલ્યુમિનેસન્સ તરીકે ઓળખાતી સ્થિતિને આભારી છે.

સમુદ્રી સંશોધક માહી માનકેશ્વરે જણાવ્યું હતું કે રાજ્યના કાંઠે ઊગેલી શેવાળ સૌપ્રથમ નવેમ્બરના પ્રારંભમાં કર્ણાટકમાં જોવા મળેલી શેવાળનો જ ભાગ છે અને દરિયાનાં મોજાંના કારણે એ અહીં પહોંચી છે.

માનકેશ્વરે જણાવ્યું હતું કે ‘પ્લેન્ક્ટન (નદી, સમુદ્રમાં તરતા સેન્દ્રિય પદાર્થનો સમૂહ)ની ક્ટિલ્યુકા સિન્ટિલન્સ નામની પ્રજાતિને કારણે આવું થાય છે. લગભગ છેલ્લા બે દાયકાથી આ ચોક્કસ પ્રજાતિ અરબી સમુદ્રમાં વિસ્તરી રહી છે અને હવે આ શેવાળ પાંગરવાની ઘટના લગભગ નિયમિતપણે મોસમી બની ગઈ છે. આ પાછળનું એક કારણ એ છે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે થયેલા ફેરફારોને કારણે અરબી સમુદ્રનાં પાણી આ પ્રજાતિ માટે અનુકૂળ થયાં છે અને એણે પ્લેન્ક્ટનની મૂળ અહીંની વધુ તંદુરસ્ત પ્રજાતિઓનું સ્થાન લીધું છે.’

બીજી તરફ લીલા અને વાદળી રંગના સમુદ્રનું દૃશ્ય નયનરમ્ય ભાસતું હોવા છતાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ માછલી માટે એ હાનિકારક છે.

નિષ્ણાતે આ વિશે જણાવ્યું હતું કે ‘શેવાળ ઝડપથી ઊગવા માંડે છે અને એ ડાયટમ્સ અને અન્ય પ્લેન્ક્ટોનિક પ્રજાતિઓ પર નભે છે, જે આ પ્રદેશમાં માછલીઓનો મુખ્ય આહાર છે. શેવાળવાળું પાણી દુર્ગંધ મારે છે, જેથી માછલીઓ દૂર જતી રહે છે. શેવાળ ઑક્સિજનનો સ્તર ઘટાડે છે. આમ દરિયાઈ જીવસૃષ્ટિ પર એની ગંભીર અસર પડી શકે છે.’

18 December, 2020 08:59 AM IST | Mumbai | Ranjeet Jadhav

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર CM: 15 દિવસ માટે રાજ્યમાં 144ની કલમ લાગુ કરાઇ

બ્રેક ધ ચેઇન અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રમાં આવતીકાલે રાતે આઠ વાગ્યાથી થશે. આવતી કાલથી એટલે કે બુધવારે રાત્રે, જરૂરી સેવાઓ સિવાય બધું બંધ રહેશે. રાજ્યમાં આગામી 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે

13 April, 2021 09:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Chaitra Navratri 2021: આજે નવરાત્રિ અને ગુડી પાડવાના દિવસે કરો આ કામ

માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

13 April, 2021 01:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

લૉકડાઉનના ભય વચ્ચે ખરીદી માટે થઈ પડાપડી

કરિયાણું, શાકભાજી અતિઆવશ્યક સેવામાં હોવા છતાં વીક-એન્ડ લૉકડાઉન સોમવારે પૂરું થતાં જ લોકો સંપૂર્ણ સેકન્ડ લૉકડાઉનના ડરે ઘરમાં જોઈતી વસ્તુઓનો સ્ટૉક કરવા નીકળી પડ્યા

13 April, 2021 02:04 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK