Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપાઈ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપાઈ

13 August, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ-વહેંચણીનો અધિકાર પણ તેમને આપવામાં આવ્યો છે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓની કોર કમિટીની રવિવારે થયેલી બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવી હતી એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ-વહેંચણીનો અધિકાર પણ તેમને આપવામાં આવ્યો છે. નરીમાન પૉઇન્ટમાં આવેલી BJPની ઑફિસમાં પક્ષની કોર કમિટીની બેઠકમાં પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, જનરલ સેક્રેટરી વિનોદ તાવડે, પંકજા મુંડે હાજર રહ્યાં હતાં. પક્ષના મુંબઈ BJPના અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારે આ વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં સામેલ પક્ષો સાથે બેઠકોની સમજૂતી અને BJPના ઉમેદવારો પસંદ કરવા સહિતની તમામ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવી છે. આ બેઠકમાં પંદર દિવસનો એક કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં BJPના વિધાનસભ્યો હોય એ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો સાથે સ્નેહભોજન કરવાની સાથે ચૂંટણીસંબંધી સૂચનાઓ આપવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK