Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૌલાના નોમાનીએ વોટ જેહાદ અને BJPને મત ન આપવાના ફતવા બદલ માફી માગી

મૌલાના નોમાનીએ વોટ જેહાદ અને BJPને મત ન આપવાના ફતવા બદલ માફી માગી

Published : 27 November, 2024 12:41 PM | Modified : 27 November, 2024 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ વોટ જેહાદનો ફતવો કાઢીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત ન આપવાની અપીલ મુસલમાનોને કરી હતી

મૌલાના સજ્જાદ નોમાની

મૌલાના સજ્જાદ નોમાની


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાનના થોડા દિવસ પહેલાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ વોટ જેહાદનો ફતવો કાઢીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત ન આપવાની અપીલ મુસલમાનોને કરી હતી. એટલું જ નહીં, BJPને મત આપનારાઓનો બહિષ્કાર કરીને તેમનાં હુક્કાપાણી બંધ કરવાનું કહ્યું હતું. ચૂંટણીમાં મહાયુતિનો બમ્પર વિજય થયો છે ત્યારે મૌલાના સજ્જાદ નોમાનીનો સૂર બદલાઈ ગયો છે. તેમણે સોશ્યલ મીડિયામાં માફી માગતો પત્ર પોસ્ટ કરીને કહ્યું છે કે ‘મારું નિવેદન કોઈ સમાજના વિરોધમાં નહોતું. મારું આ નિવેદન કોઈ ફતવો નહોતો. મારા નિવેદનથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઈને માફી માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK