Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એસી લોકલમાં લગેજની રેક તુટી

એસી લોકલમાં લગેજની રેક તુટી

23 September, 2022 11:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસીબજોગે આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઇજા નહોતી થઈ

લોકલમાં લગેજની રેક તુટી

લોકલમાં લગેજની રેક તુટી


વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે ચર્ચગેટથી ૭.૪૯ વાગ્યે વિરાર જવા નીકળેલી એસી લોકલમાં એક લગેજ રેક તૂટી પડી હતી. આ બાબતની જાણ તરત જ રેલવેને કરવામાં આવતાં રેલવેના મેઇન્ટેનન્સ સ્ટાફે એ કોચમાં જઈને રેક ફરી ફિટ કરી દીધી હતી. આ ઘટના બદલ રેલવેએ કહ્યું હતું કે ‘એ લગેજ રેકનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હોવાથી આ દુર્ઘટના બની હતી. જોકે અમે એ લગેજ રેક પાછી ફિટ કરી છે. એટલું જ નહીં, અમે એ સિવાયની પણ બધી જ લગેજ રેક ચેક કરી છે જેથી આવી દુર્ઘટના ફરી ન બને.’

નસીબજોગે આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઇજા નહોતી થઈ. આમ પણ છેલ્લાં થોડા દિવસથી એસી લોકલને લઈને વાદ-વિવાદ ચાલી રહ્યાં છે એમાં વેસ્ટર્ન લાઇનમાં તો પીક અવર્સમાં પ્રવાસીઓના ધસારાને લીધે ઘણી વાર દરવાજા બંધ નથી થતા અને આરપીએફના જવાનોએ આવીને મધ્યસ્થી કરવી પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK