° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બ્રિજની બબાલ

23 November, 2021 09:54 AM IST | Mumbai | Rajendra B Aklekar

સલામતીના નામે ત્રણ વર્ષ પહેલાં તોડવામાં આવેલા ચર્ની રોડ સ્ટેશનના ફુટ ઓવરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકો નારાજ

વિરોધ-પ્રદર્શન દરમ્યાન સ્થાનિક લોકોએ સ્ટેશન-માસ્ટરને પત્ર સુપરત કર્યો હતો.

વિરોધ-પ્રદર્શન દરમ્યાન સ્થાનિક લોકોએ સ્ટેશન-માસ્ટરને પત્ર સુપરત કર્યો હતો.

રાજેન્દ્ર બી. અકલેકર
rajendra.aklekar@mid-day.com
મુંબઈ : ગિરગામ અને ચર્ની રોડના રહેવાસીઓ અને સ્થાનિક ઍક્ટિવિસ્ટોએ ફુટ ઓવરબ્રિજના ગોકળગાયની ગતિએ ચાલી રહેલા નિર્માણકાર્ય સામે રવિવારે રેલવે-સ્ટેશન પર વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું અને સાથે જ તેમણે ચર્ચગેટ પરની ટિકિટ બુકિંગ ઑફિસના પુનર્નિર્માણની પણ માગણી કરી હતી.
લોકો જાણે છે કે ચર્ની રોડ બ્રિજ અત્યંત ઉપયોગી કનેક્ટિવિટી ધરાવતો હતો. સલામતીના નામે ત્રણ વર્ષ પહેલાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ હતી. પૂર્વથી પશ્ચિમ સુધી બ્રિજના યોગ્ય જોડાણના અભાવે રહેવાસીઓને, ખાસ કરીને સિનિયર સિટિઝનોને મુશ્કેલી પડી રહી છે એ દુખદ બાબત છે એમ સ્થાનિક રહેવાસી સુરેન્દ્ર બદ્રિકે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ચર્ની રોડ સ્ટેશનના દક્ષિણ છેડે ટિકિટ ખરીદવા માટેનું પગપાળા અંતર વધી ગયું છે, કારણ કે લોકોએ હવે સામી બાજુએ જવું પડે છે.
શું બ્રિજનું પુનઃ બાંધકામ કરતાં આટલો બધો સમય લાગે? સૌ જાણે છે કે એ બ્રિજ સ્થાનિક જોડાણ માટે છે એ જોતાં સ્થાનિક રહેવાસીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી બ્રિજ અને ટિકિટ-ઑફિસ ન બનાવવામાં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં એમ અન્ય રહેવાસી દીપક રાજપુરકરે જણાવ્યું હતું.
રહેવાસીઓએ રવિવારે સ્થાનિક સ્ટેશન-માસ્ટરને પત્ર સુપરત કર્યો હતો અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બીએમસીના વડા ઇકબાલ સિંહ ચહલને પણ પત્ર લખીને વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ચર્ની રોડના કામને ૨.૫૧ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી મળી ગઈ છે અને હાલમાં એ પ્રક્રિયા ચાલુ છે.
ચર્ની રોડ સ્ટેશનનું કાર્ય છેલ્લા તબક્કામાં છે અને બાંધકામ માટે જરૂરી જનરલ અરેન્જમેન્ટ ડ્રૉઇંગ્ઝ નક્કી થઈ ગયાં છે અને બાંધકામની ડિઝાઇન તૈયાર થઈ રહી છે એમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

23 November, 2021 09:54 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK