મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક થઈ હતી, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં અત્યાર સુધી ૧.૬૦ કરોડ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમનાં બૅન્ક-ખાતાંમાં ૪૭૮૭ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કૅબિનેટ પ્રધાનો બેઠકમાં પ્રત્યક્ષ તો બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ઑનલાઇન સામેલ થયા હતા. આ બેઠકમાં સાર્વજનિક બાંધકામ, પશુસંવર્ધન વિભાગ, વસ્ત્રોદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ, મહિલા અને બાળવિકાસ વિભાગ સહિત ૧૫ નિર્ણય લેવામાં આવ્યા હતા.