રાધિકા અને અનંત અંબાણી ૧૨ જુલાઈએ લગ્ન કરવાનાં છે.
લાઇફમસાલા
અંબાણી પરિવાર
અંબાણી પરિવારની બહૂ થવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ માટે કોકિલાબહેન અંબાણીએ ગરબાનું આયોજન કર્યું હતું. રાધિકા અને અનંત અંબાણી ૧૨ જુલાઈએ લગ્ન કરવાનાં છે. તેમનું મામેરું હાલમાં ઍન્ટિલિયામાં રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુકેશ અંબાણીનાં મમ્મી કોકિલાબહેને ગુરુવારે રાતે ગરબા-નાઇટનું આયોજન કર્યું હતું. આ ગરબામાં બન્ને ફૅમિલી સાથે તેમના ફ્રેન્ડ્સ પણ હાજર હતા. આ ફ્રેન્ડ્સમાં જાહ્નવી કપૂરનો બૉયફ્રેન્ડ શિખર પહારિયા અને વીર પહારિયા પણ જોવા મળ્યા હતા. આ સાથે માનુષી છિલ્લર પણ જોવા મળી હતી. રાધિકાએ ગરબા અને દાંડિયા માટે રૉયલ પર્પલ લેહંગા પહેર્યો હતો. આ ગરબા-નાઇટમાં સિંગર પાર્થિવ ગોહિલે ધમાલ મચાવી હતી. તેનાં ગીતો પર દરેક જણ થનગની રહ્યા હતા. મુકેશ અંબાણીની ઇવેન્ટમાં મોટા ભાગે પાર્થિવ ગોહિલ પર્ફોર્મ કરે છે. આ ગરબા-ઇવેન્ટ મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં યોજાઈ હતી. એના ઘણા વિડિયો અને ફોટો વાઇરલ થયા છે.