કલ્યાણ અને તળોજાને જોડતા મેટ્રો 12 પ્રોજેક્ટના બાંધકામને કારણે કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે
કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે
કલ્યાણ અને તળોજાને જોડતા મેટ્રો 12 પ્રોજેક્ટના બાંધકામને કારણે કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે. કલ્યાણ ફાટાથી સોનારપાડા ચોક થઈને માનપાડા ચોક તરફ જતાં તમામ વાહનોનો પ્રવેશ મેટ્રો પિલર-નંબર ૨૦૧થી બંધ રહેશે. એવી જ રીતે કલ્યાણ-શિળ રોડથી મેટ્રો પિલર-નંબર ૧૪૪થી કલ્યાણ તરફ જતા ટ્રાફિક પર પણ પ્રતિબંધ રહેશે. મેટ્રો 12ના ૧૧૭ અને ૧૮૯ વચ્ચે સિમેન્ટ ગર્ડરના કામ માટે ટ્રાફિક બ્લૉક હાથ ધરવામાં આવશે. આ દરમ્યાન ટ્રાફિકને વૈકલ્પિક રસ્તાઓ પર ડાઇવર્ટ કરવામાં આવશે. પોલીસ વાહનો, ઍમ્બ્યુલન્સ, ફાયર-બ્રિગેડ અને અન્ય ઇમર્જન્સી વાહનોને આ રસ્તા પરથી પસાર થવાની છૂટ આપવામાં આવશે.


