Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્રકાર પર હુમલાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે સલમાન ખાનના સમન્સ પરના સ્ટેને લંબાવ્યો

પત્રકાર પર હુમલાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે સલમાન ખાનના સમન્સ પરના સ્ટેને લંબાવ્યો

06 May, 2022 11:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોઅર કોર્ટે આ માર્ચમાં સલમાન ખાન અને તેના બૉડીગાર્ડ નવાઝ શેખને પાંચની એપ્રિલ સુધીમાં હાજર થવા જણાવ્યું હતું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ૨૦૧૯માં પત્રકાર સાથે કથિત ગેરવર્તન કરવાના મામલે સલમાન ખાન સામે સ્થાનિક કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સમન્સ પરના સ્ટેને ૧૩ જૂન સુધી લંબાવ્યો હતો. લોઅર કોર્ટે આ માર્ચમાં સલમાન ખાન અને તેના બૉડીગાર્ડ નવાઝ શેખને પાંચની એપ્રિલ સુધીમાં હાજર થવા જણાવ્યું હતું. આ આદેશ પત્રકાર અશોક પાંડે દ્વારા આ બન્ને વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આપવામાં આવ્યો હતો, જેમાં તેણે આ બન્ને સામે ધમકી આપવાનો તેમ જ હુમલાનો આરોપ મૂક્યો હતો. સલમાન ખાને ગયા મહિને આ સમન્સને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. અશોક પાંડેએ એવો આરોપ મૂક્યો હતો કે એપ્રિલ ૨૦૧૯માં સલમાન ખાન અને નવાઝ શેખ મુંબઈના રસ્તા પર સાઇકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેમનું શૂટિંગ કરવા બદલ તેમણે ખરાબ વર્તન કર્યું હતું તેમ જ હુમલો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2022 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK