દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરાયેલા નવાબ મલિકની અરજી ફગાવતા કૉર્ટે કહ્યું કે આ મામલે દખલ નહીં દે. તે જામીન માટે અરજી દાખલ કરી શકે છે.

નવાબ મલિક (ફાઇલ તસવીર)
સુપ્રીમ કૉર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની તત્કાલ જામીન અરજી ફગાવી દીધી છે. દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરાયેલા નવાબ મલિકની અરજી ફગાવતા કૉર્ટે કહ્યું કે આ મામલે દખલ નહીં દે. તે જામીન માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠે કહ્યું કે તપાસના આ મામલે અમે દખલ દેવા નથી ઇચ્છતા. અમે આ સ્તરે હસ્તક્ષેપ નથી કરતા. નવાબ મલિકની જેલ કસ્ટડી પણ 6 મે સુધી લંબાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું કે હાઈકૉર્ટની ટિપ્પણીઓ ફક્ત અહીં સુધી સીમિત હોય છે કે અંતરિમ રાહત આપવી જોઈએ કે નહીં. આ કાયદામાં રહેલા ઉપાયોનો સહારો લેવાને રસ્તે નહીં આવે. તો નવાબ મલિક તરફથી કપિલ સિબ્બલે કહ્યું કે તેમની 2022માં કેવી રીતે ધરપકડ કરી, જ્યારે મામલો 1999નો છે? સ્પેશિયલ કૉર્ટ 5000 પાનાંની ચાર્જશીટ થકી જામીન નહીં આપે. પ્રથમ દૃષ્ટ્યા મારા વિરુદ્ધ કોઈ કેસ બનતો જ નથી. આ PMLA કેસ નથી બનતો.
હકિકતે નવાબ મલિરે બૉમ્બે હાઈકૉર્ટના અરજી ફગવવાના નિર્ણયને પડકાર આપ્યો હતો અને સુપ્રીમ કૉર્ટમાં તત્કાલ જામીનની માગ કરી હતી. મલિકે હાઈકૉર્ટમાં અરજી દાખલ કરી પોતાની ધરપકડને જ અયોગ્ય જણાવી હતી. તેમણે પોતાના વિરુદ્ધ નોંધાયેલી ઇડી કાર્યવાહી રદ કરવા તેમજ તત્કાલ જામીન આપવાની માગ કરી હતી. હાઈકૉર્ટે 15 માર્ચના અંતરિમ રાહત આપવાની ના પાડી દીધી હતી. હાઇકૉર્ટે કહ્યું હતું કે તે ફક્ત આ કારણસર પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ સ્પેશિયલ કૉર્ટે તેમને અટકમાં મોકલવાના આદેશને ગેરકાયદેસર કે અયોગ્ય ન કહી શકાય, કારણકે તે તેમના પક્ષમાં નથી.
નવાબ મલિક પર આરોપ છે કે તેમણે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લંબરની 300 કરોડ રૂપિયાની જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેમાં પણ પેમેન્ટ 20 લાખ રૂપિયાનું કરવામાં આવ્યું હતું. આ જમીનના માલિકને એક રૂપિયા પણ નહોતો આપવામાં આવ્યો. પણ તેમને આ જમીન પૉવર ઑફ એટૉર્ની દ્વારા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધિત અને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના આરોપી વ્યક્તિઓને નામે કરાવવામાં આવી. ત્યાર બાદ નવાબ મલિકના દીકરા ફરાઝ મલિકના નામે આ જમીન લેવામાં આવી. આના બદલે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના ખાતામાં પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
મલિક હાલ ન્યાયિક અટકમાં જેલમાં છે. તેમની ધરપકડ એક જમીનની ડીલ મામલે 23 ફેબ્રુઆરીના થઈ હતી. તેમને EDની ધરપકડમાં મોકલવામાં આવ્યા હતા, પછી ન્યાયિક અટરમાં મોકલવામાં આવ્યા. તો હવે નવાબ મલિકની જેલ કસ્ટડી 6 મે સુધી લંબાવવામાં આવી છે. સાથે જ કૉર્ટે ચાર્જશીટના વેરિફિકેશનમાં પણ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. જેથી તેના કોગ્નીજેન્સની પ્રક્રિયા જલ્દી થઈ શકે અને આરોપીની ચાર્જશીટની કૉપી આપી શકાય.