° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


મુંબઈમાં મોડી રાત્રે રસ્તા પર ફરવું ગુનો નહીં,કોર્ટે શખ્સને નિર્દોષ જાહેર કર્યો

20 June, 2022 07:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હકિકતે વાત એમ હતી કે પોલીસે રસ્તા પર બેઠેલા વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં શોધીને કેસ નોંધ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

 

મુંબઈ જેવા શહેરમાં, જો રાત્રિ કર્ફ્યુ ન હોય તો મોડી રાત્રે શેરીમાં ચાલવું એ ગુનો નથી, અહીંની સ્થાનિક અદાલતે 29 વર્ષીય વ્યક્તિને નિર્દોષ જાહેર કરતી વખતે અવલોકન કર્યું હતું. હકિકતે વાત એમ હતી કે પોલીસે રસ્તા પર બેઠેલા વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં શોધીને કેસ નોંધ્યો હતો.

આ વ્યક્તિને 16 જૂને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો 

પીટીઆઈના જણાવ્યા અનુસાર પોલીસે સુમિત કશ્યપ નામના વ્યક્તિ વિરુદ્ધ શંકાસ્પદ સંજોગોમાં રસ્તા પર બેસવા બદલ કેસ નોંધ્યો હતો. પોલીસે તેની સામે 13 જૂને કેસ નોંધ્યો હતો અને ગિરગામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે 16 જૂને તેને નિર્દોષ જાહેર કર્યો હતો. મેજિસ્ટ્રેટે કહ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે, કોર્ટ માટે એ માનવું મુશ્કેલ છે કે આરોપી ગુનો કરવા માટે તેની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પોલીસે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશનો રહેવાસી કશ્યપ દક્ષિણ મુંબઈમાં રસ્તા પર બેઠો જોવા મળ્યો હતો અને રૂમાલ વડે મોઢું ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પોલીસે કલમ 122 (બી) હેઠળ ગુનો નોંધ્યો હતો.


પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 122 (b) હેઠળ કેસ નોંધ્યો હતો. આ કલમ હેઠળ, પોલીસ પાસે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જોવા મળેલી વ્યક્તિ સામે પોતાનો ચહેરો ઢાંકવા અથવા અન્યથા ગુનો કરવાના ઈરાદાથી તેને છુપાવવા બદલ કેસ નોંધવાની જોગવાઈ છે.

કોર્ટે શું કહ્યું?

મેજિસ્ટ્રેટ નદીમ પટેલે જણાવ્યું હતું કે, “આરોપીની મુંબઈમાં  1.30 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ જેવા શહેરમાં 1.30 વાગ્યે પણ મોડું નથી થતું અને કોઈ પણ વ્યક્તિ રસ્તા પર ઊભું રહી શકે છે. તેથી, ઓળખ છુપાવવાના ઈરાદાથી આવું કરવામાં આવ્યું હોય તેવું ના કહી શકાય. તે ગુનો નથી." આ વ્યક્તિ રૂમાલથી ચહેરો ઢાંકીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના પોલીસના કેસને કોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.કોર્ટે કશ્યપને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીના ગુનાને સાબિત કરવા નિષ્ફળ રહ્યું છે. 

20 June, 2022 07:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બીજા પાંચ દિવસ મેઘરાજા કરશે તોફાની બૅટિંગ

વરસાદથી વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની સર્વિસ ખોરવાઈ

01 July, 2022 12:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કાલબાદેવીના કાપડબજારથી ધમધમતા વિસ્તારમાં મકાનનો ભાગ તૂટી પડ્યો

જોકે એ ખાલી કરાવાયું હોવાથી અને એનું સમારકામ ચાલતું હોવાથી કોઈ જાનહાનિ નહીં

01 July, 2022 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રાજ્યનો વિકાસ થાય અને બધાને ન્યાય મ‍ળે એવાં કામ કરીશું : એકનાથ શિંદે

બહુમત સિદ્ધ કરવા શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર

01 July, 2022 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK