° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


MNSના કૉર્પોરેટરના ગુંડાઓ હપ્તાવસૂલી તથા મહિલાઓની છેડતી કરતા હોવાનો ફેરિયાઓનો આક્ષેપ

25 December, 2012 06:12 AM IST |

MNSના કૉર્પોરેટરના ગુંડાઓ હપ્તાવસૂલી તથા મહિલાઓની છેડતી કરતા હોવાનો ફેરિયાઓનો આક્ષેપ

MNSના કૉર્પોરેટરના ગુંડાઓ હપ્તાવસૂલી તથા મહિલાઓની છેડતી કરતા હોવાનો ફેરિયાઓનો આક્ષેપઅકેલા

મુંબઈ, તા. ૨૫

એમએનએસના કૉર્પોરેટર ઈશ્વર તાયડેના કથિત ગુંડાઓ વિરુદ્ધ ૯ ડિસેમ્બરે ફૂલ વેચતી મહિલા ૩૭ વર્ષની છાયા ગાયકવાડે નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (એનસી) નોંધાવી હતી, જેમાં પ્રોટેક્શન મની આપ અથવા તો માર્કેટ ખાલી કર એમ જણાવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ધમકી આપવામાં આવી હોવાનો કથિત આરોપ મૂકવામાં આવ્યો છે. છાયાએ કહ્યું હતું કે છેલ્લાં ૨૫ વર્ષથી હું અહીં ફૂલ વેચું છે, પરંતુ હવે માર્કેટ ખાલી કર અથવા તો હપ્તા આપ એમ જણાવીને ઈશ્વર તાયડેના ગુંડાઓ મને હેરાન-પરેશાન કરે છે તથા મારી છેડતી કરી રહ્યા છે.

સાકીનાકાના ચાંદીવલીના શાકભાજી વેચતા ફેરિયાઓનો આરોપ છે કે ઈશ્વર તાયડેના ગુંડાઓ દરરોજના ૩૦ રૂપિયા અથવા તો મફત શાકભાજી માગે છે. જો તેમની માગણીઓ સ્વીકારવામાં ન આવે તો સુધરાઈમાં ફરિયાદ કરીને તેમના સ્ટૉલને હટાવવામાં આવે છે. એક મહિલા ફેરિયાનો તાયડેના માણસે દુપટ્ટો પણ ખેંચ્યો હતો. એમ છતાં પોલીસે તેની ફરિયાદ ગંભીરતાથી લીધી નહોતી. આ માર્કેટમાં એક કૉન્સ્ટેબલના પણ શાકભાજીના ત્રણ સ્ટૉલ છે. એક વેપારીના મતે તેમના સમર્થનમાં વોટ ન આપવા બદલ ઈશ્વર તાયડે તેમને સંઘર્ષનગરમાંથી હાંકી કાઢવા માગે છે.

હપ્તા માગવાની પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઈશ્વર તાયડેએ કહ્યું હતું કે ‘શાકભાજી વેચતા ફેરિયાઓ વિરુદ્ધ મને ઘણી ફરિયાદો મળી હતી. તેઓ મૉનોપોલીની માફક બિઝનેસ કરે છે. એક ફેરિયા પાસે ત્રણથી પાંચ સ્ટૉલ છે. તેઓ ગમે ત્યાં ગંદકી કરતા હોવાથી હું આખા વિસ્તારને સ્વચ્છ રાખવા માગું છું. મારા માણસો પૈસા લે છે એવા આક્ષેપો ખોટા છે. મને તેમનાં નામ આપો, એમએનએસમાંથી હું તેમને હાંકી કાઢીશ.’

ઘણા પ્રયત્નો છતાં સાકીનાકા પોલીસ-સ્ટેશનના સિનિયરઇન્સ્પેક્ટરનો સંપર્ક થઈ શક્ય નહોતો.

25 December, 2012 06:12 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

બોરીવલીના આ કેસમાં આરોપી ભરત મકવાણાએ સાળાને દારૂ પીવડાવ્યા બાદ તેનું ચાકુથી કર્યું મર્ડર

28 July, 2021 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

અજિત પવાર કરશે મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર ફ્લાયઓવર્સ બનાવવા ગડકરી સાથે વાત

જિલ્લામાં વિવિધ પટ્ટા પર ફ્લાયઓવર્સ બાંધવાની સંભવિતતા વિશે હું ગડકરીસાહેબ સાથે વાત કરીશ, જેથી પૂરની સ્થિતિમાં (મુંબઈ) પુણે- બૅન્ગલોર હાઇવે પર વાહનોની અવરજવરમાં વિક્ષેપ ન સર્જાય.’

28 July, 2021 11:16 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

પૂર અટકાવવા નદીકિનારે ૧,૬૦૦ કરોડ ખર્ચીને ભીંત બાંધવાની સરકારની યોજના

વળી આ ભીંત બાંધવા ૧૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે એમ જણાવાયું છે. આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાય એવી પૂરી શક્યતા છે. 

28 July, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK