° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

26 February, 2021 03:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની ઝડપ ઘટકા ટ્રેન ફરી ધીમે ધીમે પાટે દોડવા લાગી છે. સ્પેશિયલ ટ્રેન સિવાય રેગ્યુલર ટ્રેનની પણ શરૂઆત થઇ રહી છે. એવામાં રેલવેએ દૈનિક અને જનરલ પ્રવાસીઓને મોટી રાહત આપતા મોબાઇલ એપમાંથી ટિકિટ બુર કરાવવાની સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે.

UTS ઑન મોબાઇલ પરથી ટિકિટ બુકિંગ ફરીથી શરૂ
રેલ્વે સ્ટેશન પર ટિકિટ્સ બુકિંગ કાઉન્ટર પર ફરી ભીડ એકઠી ન થાય તેથી ઇન્ડિયન રેલવેએ યૂટીએસ ઑન મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા ફરી શરૂ કરી દીધી છે. ઇન્ડિયન રેલવેએ આ નિર્ણય અમુક સ્થળોએ પેસેન્જર ટ્રેન સર્વિસ શરૂ કરવાને જોઇને લીધો છે.

મોબાઇલ પરથી જ ખરીદી શકાશે જનરલ ટિકિટ
ટિકિટ કાઉન્ટર પર હાલ જનરલ ટિકિટ જ મળી રહી છે અને કોરોના મહામારીના વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખતા પ્રવાસીઓને પણ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ રેલવેના આ નિર્ણય પછી હવે તમે પોતાના મોબાઇલ ફોન પરથી જનરલ ટિકિટ બુક કરાવીને અનારક્ષિત શ્રેણીમાં પ્રવાસ કરી શકો છો.

નૉન સબર્બન સેક્શનમાં પણ ટૂંક સમયમાં થશે શરૂઆત
યૂટીએસ ઑન મોબાઇલ એપ સર્વિસ શરૂ કરતા રેલ મંત્રાલયે કહ્યું કે ભારતીય રેલવે અનારક્ષિત ટ્રેન સર્વિસસને તબક્કાવાર રજૂ કરી રહી છે. અનારક્ષિત ટિકિટની બુકિંગમાં પ્રવાસીઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય અને ટિકિટ ખરીદતી વખતે બુકિંગ કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યૂટીએસ મોબાઇલ એપ સુવિધા સિવાય આ સુવિધાને ક્ષેત્રીય રેલવેના નૉન સબર્બ સેકશનમાં પણ ફરી શરૂ કરવામાં આવી શકે છે.

જણાવવાનું કે UTS ON MOBILE App એન્ડ્રૉઇડ અને આઇફૉન, બન્ને પ્રકારના સ્માર્ટફોન પર કામ કરે છે. આ એપનો ઉપયોગગ કરવા માટે તમારે જીપીએસ એક્ટિવેટ કરવાનું રહેશે. તમે કોઇપણ રેલ્વે સ્ટેશનના 5 કિલોમીટરના વિસ્તારમાં છો તો તમે જનરલ ટિકિટ બુક કરાવી શકો છો. UTS ON MOBILE APP પરથી જનરલ ટિકિટ બુક કરાવવા પર તમને એક પીએનઆર નંબર મોકલવામાં આવશે. એક પીએનઆર નંબર પર તમે 4 ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટના પૈસાનું પેમેન્ટ ડિજિટલ મોડમાં કરવામાં આવી શકે છે.

આ રીતે કરવો એપનો ઉપયોગ
સૌથી પહેલા ogle PlayStore પર જઈને UTS એપ ડાઉનલોડ કરવી. પોતાનું નામ, મોબાઇલ નંબર વગેરે માહિતી અપલોડ કરવી. તમામ માહિતી ભર્યા પછી તમારે એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન દરમિયાન તમારા મોબાઇલ ફોન પર એક ઓટીપી નંબર આવશે. આ ઓટીપી નંબર નોંધ્યા પછી તમારા મોબાઇલ ફોન પર યૂટીએસ એપની આઇડી અને પાસવર્ડ આવી જશે. આ લૉગઇન આઇડી અને પાસવર્ડની મદદથી તમે ટિકિટ બુક કરી શકો છો.

26 February, 2021 03:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

નેટ બોલર તરીકે પસંદગીના નામે હરિયાણાના યુવાન સાથે મુંબઈમાં ૫૦,૦૦૦ની છેતરપિંડી

ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો

11 April, 2021 10:45 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

આરએસએસના વડા મોહન ભાગવત કોરોના પૉઝિટિવ

૭૦ વર્ષની વયના મોહન ભાગવત કોરોનાવાઇરસના ચેપનાં સામાન્ય લક્ષણો ધરાવે છે

11 April, 2021 10:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જેમ અને જ્વેલરીના ઉત્પાદનની પ્રવૃત્તિ કોરોનાનાં ઇમર્જન્સી પગલાંમાંથી બાકાત

જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું

11 April, 2021 10:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK