Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ મહિનામાં રાજ્યમાં ૫૦ લાખ કરતાં વધુ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા

પાંચ મહિનામાં રાજ્યમાં ૫૦ લાખ કરતાં વધુ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા

19 June, 2021 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૩,૭૨,૨૧૯ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના અડધા કરોડ (૫૦ લાખ) કરતાં વધુ લોકોને છેલ્લા પાંચ મહિનામાં રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના એક અહેવાલમાં ગઈ કાલે જાહેર કરાયું હતું.

અહેવાલમાં જણાવાયા મુજબ ૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૩,૭૨,૨૧૯ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ વયના કુલ નવ કરોડ લોકો હોવાનું જણાવ્યું હતું, જે ધ્યાનમાં લેતાં છેલ્લા પાંચ મહિનામાં રાજ્યના પાંચ ટકા કરતાં સહેજ વધુ લોકો સંપૂર્ણ રસીકરણ મેળવી ચૂક્યા છે.



રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ દૈનિક આઠ લાખ લોકોને રસી આપવાની સ્થાપિત ક્ષમતાના કરેલા દાવા સામે દૈનિક સરેરાશ બે લાખ લોકોને રસી આપી શકાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK