° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


14મા વર્ષે દેહવ્યવસાયની ચુંગાલમાંથી છૂટેલી ગુજરાતી હવે બની ગઈ છે મહિલા દલાલ

15 June, 2021 08:36 AM IST | Mumbai | Priti Khuman Thakur

નાના, નાની, મમ્મી અને મામાએ તેને આ ધંધામાં ધકેલી દીધી હતી : પોલીસે તેની ધરપકડ કરીને ત્રણ છોકરીઓને છોડાવવામાં સફળતા મેળવી

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ગુજરાતી પરિવારે નાના, નાની, મમ્મી, મામા બધાંની સહમતીથી પરિવારની ૧૪ વર્ષ દીકરી સગીરા હતી ત્યારે તેને દેહવ્યવસાયમાં ધકેલી હતી. જોકે ત્યારે પોલીસે તેને બચાવી લીધી હતી. હવે તે જ છોકરી મોટી થઈને દેહવ્યવસાય કરતી દલાલ બનીને ધંધો શરૂ કર્યો હોવાનો આઘાતજનક બનાવ બહાર આવ્યો છે. ભાઈંદરમાં ગ્રાહકોને છોકરીઓ પૂરી પાડતી વખતે ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના વિભાગે તેની ધરપકડ કરીને ૩ છોકરીઓનો છુટકારો કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે આખું પિક્ચર સ્પષ્ટ થયું હતું. 

મીરા રોડના મીરા-ગાંવઠણ વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતી વૈદેહી રાજગોર ૨૦૦૬માં ૧૪ વર્ષની સગીરા હતી ત્યારે તેને તેના નાના, નાની, મામા, મમ્મીએ જબરદસ્તી દેહવ્યવસાયમાં ધકેલી દીધી હતી. જોકે બોરીવલીની પોલીસે માહિતીના આધારે પાડેલા છાપામાં વૈદેહી મળી આવી હતી. પોલીસે તેને છોડાવીને આ કામ કરવનારાં નાના, નાની, મમ્મી અને મામા પર ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. વૈદેહી આ બધામાંથી બહાર પડીને સારા ક્ષેત્રમાં આગળ વધશે એવું પોલીસનું માનવું હતું, પણ તેણે એવું ન કરતાં આ જ વ્યવસાયમાં આવી અને દેહવ્યવસાયમાં છોકરીઓ પૂરી પાડવાનું કામ કરવા લાગી. 

ભાઈંદર (વેસ્ટ)માં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન પાસે દેહવ્યવસાય માટે છોકરીઓ પૂરી પાડવા બે મહિલાઓ આવશે એવી માહિતી હ્યુમન ટ્રાફિકિંગ સેલના પોલીસ અધિકારીને મળી હતી. આ માહિતીના આધારે ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. મહેશ પાટીલના માર્ગદર્શન હેઠળ બોગસ ગ્રાહક બનાવીને પોલીસની ટીમે ટ્રૅપ બેસાડ્યો હતો. પોલીસને મળેલી માહિતી પ્રમાણે વૈદેહી અને તેની સાથીદાર રેખા લાંબાને ગ્રાહકને છોકરી પૂરી પાડતી વખતે પોલીસે પકડી પાડી હતી. પોલીસે વૈદેહી અને સાથીદાર રેખાની વિવિધ કલમ હેઠળ ધરપકડ કરીને ૩ છોકરીઓનો છુટકારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે કરેલી તપાસમાં વૈદેહીએ પૂરી વાત પોલીસને જણાવી હતી. 

ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સંપત પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૦૬માં બોરીવલીમાં છાપો માર્યો ત્યારે વૈદેહીને છોડાવીને તેનાં નાના, નાની, મમ્મી, મામાની ધરપકડ કરી હતી. એ વખતે વૈદેહીને રીહૅબિલિટેશન હોમમાં મોકલી દેવામાં આવી હતી. ત્યાં આશરે અઢી વર્ષ રહ્યા બાદ એક સંસ્થામાં કામ કરતી વ્યક્તિ સાથે તેનાં લગ્ન થયાં હતાં. તેનો પતિ દિલ્હીમાં છે અને એક એનજીઓ માટે કામ કરે છે. તેમને એક દીકરી પણ હોવાનું જણાયું છે. વૈદહીના તેના પતિ સાથે ડિવૉર્સ પણ થવાના છે. ભાઈંદરથી વૈદેહીને જ્યારે પકડી ત્યારે તેનો ચહેરો ક્યાંક જોયો હોય એવો લાગ્યો હતો. પછી મેં રીકલેક્ટ કર્યું ત્યારે યાદ આવ્યું કે આ છોકરીને મેં બોરીવલી કેસમાં છોડાવી હતી. એથી તરત બોરીવલી પોલીસ સ્ટેશનથી ફાઇલ મગાવી ત્યારે ખાતરી થઈ કે આ તે જ મહિલા છે જેને ૧૪ વર્ષની હતી ત્યારે આ ધંધામાંથી બહાર કાઢી હતી.’

15 June, 2021 08:36 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દસમાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો આવ્યું, પણ ‘પરીક્ષા’ હજી બાકી

અગિયારમા ધોરણમાં ઍડ્‍‍‍‍મિશનને લઈને એટલા ગૂંચવાડા ઊભા થયા છે કે સીઈટી માટે કઈ રીતે તૈયારી કરવી એને લઈને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વિધામાં

30 July, 2021 10:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK