° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ઓમિક્રોનનો એક કેસ હશે તોય આખું બિલ્ડિંગ સીલ થશે

28 November, 2021 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સુધરાઈએ નવા વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને નવી ગાઇડલાઇન બહાર પાડી છે

ઓમિક્રોનનો એક કેસ હશે તોય આખું બિલ્ડિંગ સીલ થશે

ઓમિક્રોનનો એક કેસ હશે તોય આખું બિલ્ડિંગ સીલ થશે

સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ વાઇરસના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ એક પણ કેસ સામે આવશે તો આખું બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ દક્ષિણ આફ્રિકામાંથી અનેક દેશોમાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સૂચના મુજબ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજનના તમામ કલેક્ટર, મહાનગરપાલિકાઓના કમિશનર, નગરપાલિકાના અધિકારીઓ સાથે વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બેઠક લીધી હતી. આ બેઠકમાં એક પણ કેસ આવે તો આખું બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરેશ કાકાણીએ મુંબઈ મહાનગરપાલિકાએ શું ઉપાય યોજના કરી છે એ વિશે કહ્યું હતું કે ‘વિદેશથી આવતા લોકોને ફરજિયાત આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. તેમને કોઈ પણ હાલતમાં ઘરે નહીં જવા દેવાય. નવા વેરિઅન્ટનો કોઈ દરદી મળી આવશે તો તેને કોરોના ઉપચાર કેન્દ્રમાં સ્વતંત્ર રીતે સારવાર અપાશે.’ 
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઑથોરિટી સાથે ચર્ચા કરીને મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં જે પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે તેમની યાદી તમામ મહાનગરપાલિકામાં ઉપલબ્ધ કરવાની સૂચના અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ આપી છે. અતિ જોખમી દેશોમાંથી છેલ્લા ૧૪ દિવસ દરમ્યાન મુંબઈમાં આવેલા પ્રવાસીઓની યાદી મેળવવાનું તેમ જ જે ૧૦ દેશમાં નવો વેરિઅન્ટ મળ્યો છે એ દેશોમાંથી આવ્યા હોય એવા પ્રવાસીઓની યાદી અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના માધ્યમથી મેળવવાનું તેમણે કહ્યું હતું.

28 November, 2021 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

વાઈન દારૂ નથી..આવું કહી ભાજપ પર કાળઝાળ થયા શિવસેના સાંસદ સંજય રાઉત

શિવસેનાના નેતાએ ભાજપની ટીકા કરતા કહ્યું કે તે તેનો વિરોધ કરે છે, પરંતુ તેણે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. મહારાષ્ટ્રના ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે વાઇનના વેચાણને લઈને આ પગલું ભર્યું છે.

28 January, 2022 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Drugs Case: સુશાંત સિંહ રાજપૂતના પાડોશી સાહિલ શાહની 9 મહિના બાદ NCBએ કરી ધરપકડ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં NCBએ શુક્રવારે ડ્રગ્સના કેસ (Drugs Case)માં સાહિલ શાહ ઉર્ફે ફ્લેકોની ધરપકડ કરી હતી.

28 January, 2022 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ઠાકરે સરકારનો મહત્વનો નિર્ણયઃ સુપર માર્કેટ અને જનરલ સ્ટોરમાં વેચી શકાશે વાઇન

રાજ્યના મંત્રી નવાબ મલિકના જણાવ્યા અનુસાર, 1,000 ચોરસ ફૂટ અથવા તેનાથી વધુ વિસ્તાર ધરાવતા સુપરમાર્કેટ અને સ્ટોર્સને તેમના પરિસરમાં અલગ સ્ટોલ દ્વારા વાઇન વેચવાની મંજૂરી આપવામાં આવશે.

28 January, 2022 12:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK