Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશ મંડળોને સતાવી રહી છે ઇલેક્શનની ચિંતા

ગણેશ મંડળોને સતાવી રહી છે ઇલેક્શનની ચિંતા

24 June, 2024 08:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના ત્રીજા-ચોથા અઠવાડિયામાં ચૂંટણી યોજાવાની શક્યતા

ગણેશ મંડળ

ગણેશ મંડળ


રાજ્યના સૌથી મોટા તહેવારના સમયે ચૂંટણીની આચારસંહિતા લાગુ હશે તો શહેરનાં ૧૨,૫૦૦ મંડળોનું ગણિત બગડી જવાની છે શક્યતા


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ગણેશોત્સવ દરમ્યાન લાગુ થવાની શક્યતા છે એટલે મહારાષ્ટ્રના આ સૌથી મોટા તહેવાર આડે ચૂંટણી આવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શનિવારે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સમન્વય સમિતિએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બેઠક કરીને ગણેશોત્સવ દરમ્યાન ચૂંટણીની આચારસંહિતા શિ​​થિલ કરવાની માગણી કરી હતી. આ વર્ષે ૭ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવ છે. આ દરમ્યાન જો ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે તો મુંબઈનાં ૧૨,૫૦૦ જેટલાં મંડળોનું આર્થિક ગણિત બગડવાની શક્યતા સમન્વય સમિતિએ વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ ઍડ. નરેશ દહિબાવકર કહ્યું હતું કે ‘મોટાં ગણેશોત્સવ મંડળોનો મદાર રાજકીય નેતાઓ પર હોય છે. આચારસંહિતા લાગુ કરવામાં આવશે તો અપેક્ષિત ડોનેશન નહીં મળે. આથી અમે મુખ્ય પ્રધાનને આ બાબતે રસ્તો કાઢવાની માગણી કરી હતી.’



ચૂંટણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ૨૦ સપ્ટેમ્બર પહેલાં લાગુ થશે અને ઑક્ટોબર મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં મતદાન હાથ ધરાવાની શક્યતા છે. રાજ્યની તમામ ૨૮૮ બેઠકની એકસાથે ચૂંટણી યોજાઈ શકે છે.


૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેનું નોટિફિકેશન ૨૭ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું અને ૨૧ ઑક્ટોબરે મતદાન થયું હતું. મતગણતરી ૨૪ ઑક્ટોબરે કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઇલેક્શન કમિશનના નિર્દેશ મુજબ વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની યાદી ૨૦ ઑગસ્ટ સુધીમાં ફાઇનલ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦ જૂને કેન્દ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી-અધિકારીઓને ૨૧ જૂનથી મતદારોની સુધારિત યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK