° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


હવે વધુ સમય તારી સાથે હું નહીં રહી શકું

22 November, 2021 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમીને આવું કહેવાનું પ્રેમિકાને પડ્યું ભારે : પત્ની બાદ તે પણ છોડી જવાની હતાશામાં પ્રેમીએ કરી તેની હત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ત્રણ સંતાન સાથે પત્ની છોડી ગયા બાદ સાથે રહેતી ગર્લફ્રેન્ડ પણ પોતાને છોડીને જવા માગતી હોવાનું જાણ્યા બાદ ૩૯ વર્ષનો પ્રેમી તેની હત્યા કરી મૃતદેહ બાથરૂમમાં મૂકીને ગાયબ થવાની ઘટના વસઈમાં બની છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે ગયા મહિનાના આ કેસમાં આરોપીની ઉત્તર પ્રદેશના બસ્તી ‌જિલ્લામાં આવેલા ગામમાંથી હત્યાના ૪૦ દિવસ બાદ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક ગર્લફ્રેન્ડે હવે પોતે વધુ સમય સાથે નહીં રહી શકે એમ કહેતાં આરોપીએ ગુસ્સામાં તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. 
પોલીસે જણાવ્યું હતું કે ‘વસઈ (પૂર્વ)માં આવેલા જીવનનગર ખાતેના અદાણી અપાર્ટમેન્ટના ચોથા માળના ફ્લૅટ-નંબર ૪૦૮માંથી અંદાજે ૨૫ વર્ષની વર્ષા મોહન ગોયલ નામની યુવતીનો ચાદરમાં વીંટાળેલો મૃતદેહ બાથરૂમમાંથી ૮ ઑક્ટોબરે મળ્યો હતો. વાલિવ પોલીસ સ્ટેશનમાં મૃત્યુની ફરિયાદ નોંધીને તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે મૃતક યુવતી વર્ષા ગોયલ કોઈક વિશાલ ઠાકુર સાથે રહેતી હતી. હત્યા બાદ વિશાલ ગાયબ હોવાથી તેણે જ હત્યા કરી હોવાની શંકાથી પોલીસ તેને શોધી રહી હતી.’
વાલિવ પોલીસની સાથે મીરા-ભાઈંદર, વસઈ-વિરારની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામમાં રહેતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની મદદથી ગામમાં પહોંચી હતી. ત્યાંથી રાજકુંવર રામનરેશ સિંહ ઉર્ફે વિશાલ ઠાકુર નામના આરોપીની ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ક્રાઇમ બ્રાન્ચના સેન્ટ્રલ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર ધનાજી ક્ષીરસાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૯ વર્ષનો આરોપી વિશાલ ઠાકુર પહેલેથી પરિણીત છે અને તેને ત્રણ સંતાન છે. ઘરકંકાસને લીધે તેની પત્ની સંતાનો સાથે ગામમાં જતી રહી હતી. થોડા મહિના પહેલાં વિશાલની ફ્રેન્ડશિપ વર્ષા ગોયલ સાથે થયા બાદ બન્ને પ્રેમમાં પડ્યાં હતાં અને સાથે રહેવા લાગ્યાં હતાં. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધમાં વિશ્વાસ ઓછો થવાથી ગર્લફ્રેન્ડ વર્ષા સતત હવે પોતે અહીં લાંબો સમય નહીં રહી શકે એમ કહેતી હોવાથી આરોપી વિશાલ તેના પર ગુસ્સે હતો. ૮ ઑક્ટોબરે બંને વચ્ચે આ બાબતે જ બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં વિશાલે વર્ષાનું ગળુ દબાવી દઈને હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને ચાદરમાં વીંટાળી બાથરૂમમાં મૂકીને પલાયન થઈ ગયો હતો. અમે હત્યાના આરોપસર વિશાલ ઠાકુરની ધરપકડ કરી છે.’

22 November, 2021 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK