Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોટેલવાળા માગી રહ્યા છે ઘરમાં વપરાતા ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરવાની મંજૂરી

હોટેલવાળા માગી રહ્યા છે ઘરમાં વપરાતા ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરવાની મંજૂરી

02 November, 2012 05:11 AM IST |

હોટેલવાળા માગી રહ્યા છે ઘરમાં વપરાતા ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરવાની મંજૂરી

હોટેલવાળા માગી રહ્યા છે ઘરમાં વપરાતા ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરવાની મંજૂરી




ઉર્વશી સેઠ





મુંબઈ, તા. ૨

શહેરમાં બહાર જમવાના શોખીન લોકો માટે કપરા દિવસો આવી રહ્યા છે. ગૅસના ભાવ વધી જતાં રેસ્ટોરાંમાલિકો હવે તેમના પર આવેલો વધારાનો બોજ ગ્રાહકો પર વાળી દેવા માગે છે, પણ એ પહેલાં તેઓ નવા પેટ્રોલિયમપ્રધાન વીરપ્પા મોઇલીને એક પત્ર લખીને એવી માગણી કરવાનું વિચારી રહ્યા છે કે અમને ઘરમાં વપરાતું ગૅસસિલિન્ડર વાપરવાની છૂટ આપો. આ માટેની પ્રક્રિયા તેમણે શરૂ કરી છે. ઘરમાં વપરાતું ગૅસ-સિલિન્ડર હોટેલોમાં વપરાતા કૉમર્શિયલ સિલિન્ડર કરતાં સસ્તું હોય છે.



ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર)ના પ્રેસિડન્ટ સુધાકર શેટ્ટીના કહેવા મુજબ ગૅસ-સિલિન્ડરના ભાવ વધી જવાથી હાલમાં હોટેલઉદ્યોગ કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છે અને એથી ગૅસ-કંપનીઓએ હોટેલવાળાઓ પાસેથી ગૅસના ભાવ પરવડે એવા દરે લેવા જોઈએ એવી અમારી પેટ્રોલિયમપ્રધાનને ખાસ વિનંતી છે. જો એ શક્ય ન હોય તો પછી હોટેલવાળા માટે એસેન્શિયલ કૉમોડિટી ઍક્ટને રદ કરીને તેમને ઘરમાં વપરાતા ૧૪ કિલોગ્રામ વજનના નૉન-સબ્સિડાઇઝ્ડ દરના ગૅસસિલિન્ડરને વાપરવાની છૂટ આપવી જોઈએ. આમ થશે તો આ ઉદ્યોગ ટકી શકશે. એક હોટેલને રોજનાં કમ સે કમ ત્રણથી ચાર સિલિન્ડરો જોઈતાં હોય છે.

ઘરમાં વપરાતા ૧૪ કિલોગ્રામના ગૅસ-સિલિન્ડરની નૉન-સબ્સિડાઇઝ્ડ કિંમત ૮૫૦ રૂપિયા છે અને એમાં પ્રતિ કિલો ગૅસની કિંમત ૬૦ રૂપિયા થાય છે, જ્યારે હોટેલોમાં વપરાતા ૧૯ કિલોગ્રામના કૉમર્શિયલ દરના સિલિન્ડરની કિંમત ૧૬૨૦ રૂપિયા છે. આ ગૅસ-સિલિન્ડર ખૂબ જ મોંઘું છે. આમ ઘરના ગૅસ-સિલિન્ડર અને હોટેલમાં વપરાતા ગૅસ-સિલિન્ડરની કિંમતમાં ભારે તફાવત હોવાથી હોટેલવાળાઓને નાછૂટકે તેમની હોટેલોમાં પીરસવામાં આવતી ડિશોના ભાવ વધારવા પડશે. જો ઘરવપરાશના ગૅસસિલિન્ડર હોટેલોમાં વાપરવાની પરવાનગી નહીં મળે તો હોટેલોમાં જમવાનું મોંઘું થઈ જશે.

વધારાનાં ત્રણ સબસિડાઇઝ્ડ સિલિન્ડરનો નિર્ણય અઠવાડિયામાં લેવામાં આવે એવી એનસીપીની ડિમાન્ડ

રાજ્યમાં ગઠબંધનની સરકારમાં સત્તા ધરાવતી એનસીપીના નેતા અને પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે ગઈ કાલે મંત્રાલયની સામે વધારાનાં ત્રણ સબસિડાઇઝ્ડ એલપીજી સિલિન્ડરો ગરીબો સાથે મધ્યમવર્ગને પણ મળવાં જ જોઈએ એ માટે દેખાવો કર્યા હતા અને સરકારને આઠ દિવસની મુદત આપી હતી. નવાબ મલિકે કહ્યું હતું કે ‘જો સરકાર વધારાનાં ત્રણ સબસિડાઇઝ્ડ સિલિન્ડરો માટે આઠ દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો અમારી પાર્ટીની મહિલા સમર્થકો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ફૂડ ઍન્ડ સિવિક સપ્લાય અધિકારીઓને ઘેરાવ કરશે.’

તેમને જ્યારે કહેવામાં આવ્યું કે રાજ્યમાં ફૂડ અને સિવિક સપ્લાય તેમ જ ફાઇનૅન્સના ડિપાર્ટમેન્ટના પ્રધાનો તેમની જ પાર્ટીના છે ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એ લોકો ડિલે કરતા હશે, પણ એ કામ ઝડપથી થાય એની જવાબદારી છેવટે તો મુખ્ય પ્રધાનની જ છે.’   

સાતમા સિલિન્ડરના ભાવમાં બપોરે ૨૬.૫ રૂપિયાનો વધારો, રાત્રે રદ

આંતરરાષ્ટ્રિય બજારમાં ગૅસના ભાવ વધતાં ઑઇલ કંપનીઓએ નૉન-સબસિડાઇઝ્ડ ગૅસ-સિલિન્ડરના ભાવમાં ૨૬.૫ રૂપિયાના વધારાની કાલે બપોરે જાહેરાત કરી હતી, પણ એનો ચોમેરથી વિરોધ થતાં છેવટે મોડી રાતે આ ભાવવધારાને અટકાવી દેવામાં આવ્યો છે. જો આ ભાવવધારો અમલી બન્યો હોત તો મુંબઈમાં છ સબસિડાઇઝ્ડ સિલિન્ડર પછી સાતમું સિલિન્ડર ૯૩૩ રૂપિયામાં ગ્રાહકોએ લેવું પડ્યું હોત.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2012 05:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK