° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


અંધેરી-પાર્લાના લોકો છે સૌથી વધારે બેજવાબદાર

04 August, 2021 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ક ન પહેરવાનો સૌથી વધુ દંડ ત્યાંથી વસૂલાયો : જ્યાં માસ્કનો બહુ ઓછો ઉપયોગ છે એ ગોવંડીના લોકો સૌથી ઓછા દંડાયા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

મુંબઈમાં માર્ચ ૨૦૨૦માં કોરોના આવ્યા બાદ પહેલાં તો કડક લૉકડાઉન હતું અને કડક નિયંત્રણો પણ હતાં. જોકે એ પછી આર્થિંક કારણોસર એમાં ધીમે-ધીમે અનલૉકની પ્રક્રિયા હાથ ધરાઈ. જોકે એમ છતાં કોરોનાના કેસ વધતા રોકવા માટે પાલિકા તરફથી જાહેર જગ્યાએ માસ્ક પહેરવો ફરજિયાત કરાયો હતો. જોકે એમ છતાં અનેક લોકો એને યોગ્ય રીતે ફૉલો કરતા નહોતા. એથી તેમની સામે કાર્યવાહીરૂપે દંડ લેવાનું ચાલું કરાયું હતું. ગયા વર્ષથી આ વર્ષની બે ઑગસ્ટ સુધી પાલિકાના ૨૪ વૉર્ડમાં ૨૬,૪૦,૨૦૭ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી અને તેમની પાસેથી કુલ ૫૩,૧૬,૮૨,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. સૌથી વધુ કાર્યવાહી ‘કે વેસ્ટ’ વૉર્ડ (અંધેરી, પાર્લા-વેસ્ટ)માં ૨,૧૬,૪૯૪ જણની સામે કાર્યવાહી કરી ૪,૩૭,૩૨,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, જ્યારે એ સામે ‘એમ ઈસ્ટ’ વૉર્ડ (ગોવંડી, દેવનાર, માહુલ)માં અનેક લોકો માસ્ક ન પહેરતા હોવાનું જણાયા છતાં ત્યાં સૌથી ઓછા કેસ ૩૭,૭૦૭‍ અને ૭૫,૪૪,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો, જે નવાઈની વાત છે.

પોલીસ દ્વારા પણ માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરાતી હોય છે. પોલીસે ૪,૨૦,૫૩૪  જણ સામે કાર્યવાહી કરી ૮,૪૧,૦૬,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. રેલવે દ્વારા પણ માસ્ક ન પહેરનારાઓ સામે કાર્વાહી કરી દંડ વસૂલ કરવામાં આવતો હતો. વેસ્ટર્ન રેલવે દ્વારા અત્યાર સુધી ૧૦,૯૮૯ જણ સામે કાર્યવાહી કરી ૨૨,૬૩,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, જ્યારે સેન્ટ્રલ રેલવે અને હાર્બર રેલવેમાં અનુક્રમે ૨૧,૧૮,૨૦૦ અને ૬,૫૭,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.

04 August, 2021 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK