° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


નવાબ મલિકને હાઈકોર્ટનો ઝટકો, વાનખેડે પરિવાર વિરુદ્ધ નિવેદન આપવા પર પ્રતિબંધ

25 November, 2021 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સમીર વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને પક્ષો તરફથી ઉગ્ર દલીલો જોવા મળી હતી.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

NCB ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ મોરચો ખોલનારા મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે વાનખેડેના પિતાની અરજી પર સુનાવણી કરતા નવાબ મલિક અને તેમના પરિવારને વાનખેડે પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કંઈપણ શેર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કેસની સુનાવણી ચાલુ રહેશે ત્યાં સુધી વાનખેડેના પરિવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું નિવેદન અપાશે નહીં.

સમીર વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને પક્ષો તરફથી ઉગ્ર દલીલો જોવા મળી હતી. નવાબ મલિક સતત સમીર વાનખેડેની બહેનને લેડી ડોન કહીને સંબોધતા હોવાની ભારે ચર્ચા ચાલી હતી. આના પર મલિકના વકીલે જવાબ આપ્યો કે ફ્લેચર પટેલ નામના વ્યક્તિએ આવું કહ્યું હતું અને તેના ક્લાયન્ટે જ શેર કર્યું હતું. જોકે, કોર્ટે તેમની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી કેસની સુનાવણી ચાલુ છે ત્યાં સુધી આ પ્રકારની ભાષણબાજી કરવી જોઈએ નહીં.

જસ્ટિસ કાથાવાલાએ નવાબ મલિકના વકીલને પૂછ્યું, જેના પર તેમના વકીલ દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું કે મલિક 9 ડિસેમ્બર સુધી વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન આપશે નહીં. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે મંત્રી તરીકે આ બાબતો તેમને શોભતી નથી. તે જ સમયે જસ્ટિસ કાથાવાલાએ પૂછ્યું કે શું નવાબ મલિક માત્ર મીડિયા ટ્રાયલ ઈચ્છે છે? હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં 9 ડિસેમ્બરે સુનાવણી થશે.

અગાઉ, નવાબ મલિકે ફરી એકવાર NCB અધિકારી સમીર વાનખેડે પર આરોપો મૂક્યા હતા અને કહ્યું હતું કે તેમનો આખા પરિવારે બેવડી ઓળખ જાળવી રાખી છે. પિતાની બેવડી ઓળખ દાઉદ અને જ્ઞાનદેવના નામે રહી છે. માતાએ પણ બેવડી ઓળખ ઊભી કરી, બહેનની પણ બેવડી ઓળખ છે અને સમીર વાનખેડે પોતે પણ બેવડી ઓળખ જાળવીને સમગ્ર રાજ્ય સાથે છેતરપિંડી આચરી છે.

મહારાષ્ટ્રના મંત્રીએ દાવો કર્યો હતો કે સમીર વાનખેડે જીવનભર મુસ્લિમ રહ્યા, SC સર્ટિફિકેટ બનાવ્યું, સરકારી નોકરી લીધી અને સરકારી નોકરી મેળવવા માટે નકલી કાગળો બનાવ્યા હતા.

25 November, 2021 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પરમબીર સિંહને રાહત: તપાસ ચાલુ રાખે મહારાષ્ટ્ર પોલીસ, ચાર્જશીટ દાખલ ન કરે- SC

મહારાષ્ટ્ર સરકારે CBI તપાસનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્ર્ રાજ્ય માટે ડૉરિયસ ખંબાટાએ કહ્યું કે અમે અમારો જવાબ નોંધાવ્યો છે. કેસની તપાસ સીબીઆઇ પાસેથી ન થવી જોઈએ.

06 December, 2021 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હવે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ફરી આરોગ્ય અને પોલીસની ટીમો તહેનાત

પોલીસના સહયોગથી તૈનાત કરવામાં આવેલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

06 December, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બહેને પ્રેમ લગ્ન કર્યા તો ભાઈએ માથું ધડથી કર્યુ અલગ, માતા પણ બની નિર્દયી

મૃતકની માતાએ પણ આ સમગ્ર ઘટનામાં તેના પુત્રનો સાથ આપ્યો અને પુત્રીની હત્યા કરી. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની છે. 

06 December, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK